GST Appellate Tribunal : લોકસભાએ GST એપેલેટ ટ્રિબ્યુનલને આપી મંજૂરી, જાણો શું થશે લાભ
GST Appellate Tribunal : ગુડ્સ એન્ડ ટેક્સ સર્વિસ (GST) સાથે જોડાયેલા વિવાદોનું ઝડપી નિરાકરણ લાવવા માટે અપીલીય ન્યાયાધિકરણ (GST એપેલેટ ટ્રિબ્યુનલ)ની રચના કરવામાં આવી છે.
લોકસભામાં આ માટે શુક્રવારના રોડ નાણાકીય બિલમાં સુધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેનો મતલબ છે કે, GST વિવાદોનો ઝડપી નિકાલ થઇ શકે છે.

શુક્રવારે લોકસભા દ્વારા પસાર કરાયેલા ફાઇનાન્સ બિલ 2023માં પ્રસ્તાવિત સુધારા મુજબ, દરેક રાજ્યમાં GST એપેલેટ ટ્રિબ્યુનલ બેચની સ્થાપના કરવામાં આવશે, જ્યારે દિલ્હીમાં એક મુખ્ય બેન્ચ હશે, જે સપ્લાયના સ્થળને લગતી અપીલોની સુનાવણી કરશે.

ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે સુનાવણી
દેશમાં જીએસટી લાગુ થયાને પાંચ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આના કારણે તેની સાથે સંબંધિત ઘણા કાયદાકીય કેસો એકઠા થયા છે,જેની સુનાવણીની રાહ જોવાઈ રહી છે.
આવી સ્થિતિમાં, એપેલેટ ટ્રિબ્યુનલની રચના આ કેસોના નિકાલને ઝડપી બનાવશે. તેમજ હાઈકોર્ટ,સુપ્રીમ કોર્ટનો બોજ ઓછો થશે.

ચાર સભ્યોની ટીમ
એવું કહેવામાં આવી રહ્યું છે કે, GST એપેલેટ ટ્રિબ્યુનલની બેન્ચ દરેક રાજ્યમાં બનાવવામાં આવશે, જેમાં 4 સભ્યોની ટીમ હશે. દરેક સ્ટેટએપેલેટ ટ્રિબ્યુનલમાં બે ટેકનિકલ સભ્યો હશે, એક કેન્દ્રમાંથી અને એક રાજ્યોમાંથી. બે ન્યાયિક સભ્યોની બનેલી બેચ હશે, એક સભ્યટેકનિકલ અને એક ન્યાયિક.

પાછળની રચનામાં 7-8 મહિનાનો સમય લાગશે
બેચમાં ન્યાયિક સભ્યોની નિમણૂક કરવા માટે પસંદગી સમિતિની રચના કરવામાં આવી રહી છે, જે કેન્દ્ર અને રાજ્યના કર સત્તાવાળાઓસાથે ચર્ચા કર્યા બાદ બેચની નિમણૂક કરશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ પ્રક્રિયામાં લગભગ 7-8 મહિનાનો સમય લાગશે. GSTકાયદામાં સૂચિત ફેરફારો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યોને વધુ બેન્ચની સ્થાપના કરવાની મંજૂરી આપશે, તેવું પણ કહેવાયછે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
