GST કાઉન્સિલ બેઠકઃ જીએસટી દરોમાં ફરીથી કરવામાં આવ્યા ફેરફાર
જીએસટી કાઉન્સિલની 37મી બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કૉન્ફરન્સ કરી. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન નાણામંત્રીએ બેઠક દરમિયાન લીધોલા મહત્વના નિર્ણયો વિશે ચર્ચા કરી.
જીએસટી કાઉન્સિલની 37મી બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કૉન્ફરન્સ કરી. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન નાણામંત્રીએ બેઠક દરમિયાન લીધોલા મહત્વના નિર્ણયો વિશે ચર્ચા કરી. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ગોવામાં થયેલા જીએસટી કાઉન્સિલની 37મી બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે સીતારમણે કહ્યુ કે કેફીનવાળા પેય પદાર્થો પર જીએસટી 18 ટકાથી વધારીને 28 ટકા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત કેફીન પેય પદાર્થોથી બનેલા પેય પર જીએસટી સાથે 12 ટકા કમ્પનશેન સેસ પણ લાગશે. તેમણે જણાવ્યુ કે કિંમતી સ્ટોનના પૉલિશ અને કટિંગ પર જીએસટી ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે કાઉન્સિલે બેઠકમાં નક્કી કર્યુ છે કે સ્લાઈડ ફાસ્ટનર્સ (જિપ) પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવશે. જ્યારે સમુદ્રી ઈંધણ પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે 10-13 લોકોની ક્ષમતા ધરાવતા પેટ્રોલ વાહનો પર કમ્પનસેશન સેસમાં 3 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે ડિફેન્સ સાથે જોડાયેલી વિશેષ વસ્તુઓની આયાત પર જીએસટી છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વળી, રેલવે વેગન, કોચ પર જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાણામંત્રીએ માહિતી આપતા કહ્યુ કે જીએસટી કાઉન્સિલે પૉલિથિન બેગ પર 12 ટકા જીએસટી લગાવવાનો નિર્ણય કર્યો છે. વળી, નાણામંત્રીએ કહ્યુ કે ભારતમાં અંડર-17 વુમન્સ ફૂટબૉલ વર્લ્ડ કપ માટે ફીફા અને અન્ય સંસ્થાઓને સપ્લાય પર જીએસટીમાંથી છૂટ મળશે. તેમણે કહ્યુ કે 1000 રૂપિયા સુધી ટેરિફવાળા હોટલ રૂમના રેન્ટ પર કોઈ જીએસટી નહિ લાગે. જ્યારે 1000 રૂપિયાથી 7500 રૂપિયા સુધી ટેરિફવાળા રૂમ પર 12 ટકા ટેક્સ લાગશે. વળી, 7500 રૂપિયાથી વધુ ટેરિફવાળા હોટલ રૂમના રેન્ટ પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવી છે.
Finance Minister Nirmala Sitharaman after meeting of 37th GST Council meeting in Goa: GST rate on slide fasteners has been reduced from 18% to 12%, marine fuel 18% to 5%, 12% to 5% on wet grinders consisting of stone as a grinder, & 5% to nil on dried tamarind. pic.twitter.com/RWzrhF8gYE
— ANI (@ANI) 20 September 2019
-
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ









Click it and Unblock the Notifications
