GST Reforms : જીએસટીમાં ફેરફારથી કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ મોંઘી? જુઓ લિસ્ટ
GST Reforms : આજથી એટલે કે 22 સપ્ટેમ્બર 2025થી દેશમાં જીએસટીના દરોમાં મોટો ફેરફાર લાગુ થઈ ગયો છે. નવરાત્રિ અને તહેવારોની સિઝનની શરૂઆત સાથે જ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે આ એક મોટી રાહત છે. હવે રોજિંદા વપરાશની ઘણી વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે.
આ નવા નિયમો હેઠળ ઘર બનાવવાથી માંડીને ટીવી-ફ્રીજ ખરીદવા, બાઈક-કાર લેવા કે હોટેલમાં રહેવા સુધી બધું જ હવે સસ્તું બનશે. આનો ફાયદો ગરીબ, મધ્યમ વર્ગ, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો સહિત દરેકને મળશે.

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આ મહિનાની શરૂઆતમાં આ નવા દરોની જાહેરાત કરી હતી. જૂના જટિલ ટેક્સ સ્લેબને નાબૂદ કરીને હવે માત્ર બે મુખ્ય સ્લેબ રાખવામાં આવ્યા છે, 5% અને 18%. જો કે, કેટલીક લક્ઝરી અને સિન ગુડ્સ પર 40% ટેક્સ ચાલુ રહેશે.
0% (NIL) જીએસટી : આ વસ્તુઓ હવે ટેક્સ-ફ્રી
- રોટલી, પરાઠા, પરોઠા, ખાખરા અને અન્ય ભારતીય બ્રેડ્સ
- પનીર (છેના), પિઝા બ્રેડ, UHT દૂધ
- કેટલીક જીવનરક્ષક દવાઓ (જેમ કે Agalsidase Beta, Imiglucerase, Onasemnogene abeparvovec, વગેરે)
- નોટબુક, ગ્રાફ બુક, લેબ બુક
- પેન્સિલ શાર્પનર, રબર
- વૉલ મેપ્સ, ગ્લોબ
5 ટકા સ્લેબમાં સમાવિષ્ટ વસ્તુઓ પર ટેક્સ ઓછો થવાથી ઘરખર્ચમાં મોટી બચત થશે.
- દૂધની બનાવટો : કન્ડેન્સ્ડ મિલ્ક, માખણ, ઘી, ચીઝ
- ડ્રાય ફ્રૂટ્સ : બદામ, કાજુ, પિસ્તા, હેઝલનટ્સ
- સૂકા ફળો : અંજીર, ખજૂર, જામફળ, સંતરા, લીંબુ
- પેકેજ્ડ ફૂડ : પાસ્તા, મેક્રોની, નૂડલ્સ, સ્પેગેટી, નમકીન, ભુજીયા, મિક્સચર
- સ્નેક્સ અને મીઠાઈઓ : આઈસ્ક્રીમ, ચોકલેટ, કોકો પાઉડર, રેડી-ટુ-ઈટ સ્નેક્સ, કોર્ન ફ્લેક્સ, કેક-બિસ્કિટ
- પર્સનલ કેર : શેમ્પૂ, હેર ઓઈલ, શેવિંગ ક્રીમ, ટૂથપેસ્ટ, સાબુ
- અન્ય : પેકેજ્ડ મિનરલ વોટર (20 લિટર બોટલ), સર્જિકલ રબર ગ્લોવ્સ, મેડિકલ ઓક્સિજન
18% જીએસટીથી આ વસ્તુઓ હવે મોંઘી
- કેટલીક વસ્તુઓ પર ટેક્સનો દર વધીને 18% થયો છે, જેના કારણે તે મોંઘી બની શકે છે.
- સિમેન્ટ, કોલસો, લિગ્નાઈટ
- એર કંડિશનર, ડીશવોશિંગ મશીન
- ફ્યુલ અને લુબ્રિકેન્ટ પંપ
- 2,500થી વધુ કિંમતના કપડાં અને ફેશન આઈટમ્સ
- ઓટોમોબાઈલ એન્જિન અને તેના સ્પેરપાર્ટ્સ
- પ્રિન્ટિંગ અને રાઈટિંગ પેપર (અમુક કેટેગરી સિવાય)
40% જીએસટી: લક્ઝરી અને સિન ગુડ્સ
આ વસ્તુઓ પર ટેક્સનો દર સૌથી વધુ છે, કારણ કે તે લક્ઝરી અને વ્યસન સાથે સંકળાયેલી છે.
- પાન મસાલા, સિગારેટ, સિગાર, તમાકુ અને નિકોટિન પ્રોડક્ટ્સ
- કાર્બોનેટેડ અને એનર્જી ડ્રિંક્સ
- 1200cc થી ઉપર એન્જિનવાળી કાર, SUV, લક્ઝરી મોટરસાયકલ (350ccથી ઉપર)
- પ્રાઈવેટ એરક્રાફ્ટ, યાટ્સ અને લક્ઝરી બોટ્સ
- રિવોલ્વર અને પિસ્તોલ (વ્યક્તિગત ઉપયોગ માટે)
- ઓનલાઈન જુગાર, કેસિનો, ઘોડાદોડ, લોટરી અને મની ગેમિંગ
આ નવા જીએસટી દરોથી મધ્યમ વર્ગને સીધી રાહત મળશે, જ્યારે સરકારને લક્ઝરી અને સિન ગુડ્સ પર વધુ ટેક્સ મળી રહેશે. આ ફેરફારો તહેવારોની સિઝનમાં ખરીદીની ગતિને વેગ આપશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
