For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

18 જુલાઈથી રોજિંદા જીવનની આ વસ્તુઓ થશે મોંઘી, જુઓ આખી યાદી

ફરી એકવાર સરકારે સામાન્ય જનતા પર GST બૉમ્બ ફોડ્યો છે જેના પરિણામો તમને 18 જુલાઈથી જોવા મળશે. હા, 18 જુલાઈથી રોજબરોજની કેટલીક વસ્તુઓ મોંઘી થઈ જશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જો તમે પણ બજેટની જાહેરાતો દરમિયાન જ શું સસ્તુ થયુ અને શું મોંઘુ થયુ તેનુ લિસ્ટ ચેક કરતા હોય તો સાવધાન થઈ જાવ. હવે સસ્તુ અને મોંઘુ કરવાના નિર્ણયો માત્ર બજેટમાં જ નથી રહ્યા. જીએસટીની કાતર સરકાર ધીમે ધીમે તમારા ખિસ્સા પર ચલાવી રહી છે. ફરી એકવાર સરકારે સામાન્ય જનતા પર GST બૉમ્બ ફોડ્યો છે જેના પરિણામો તમને 18 જુલાઈથી જોવા મળશે. હા, 18 જુલાઈથી રોજબરોજની કેટલીક વસ્તુઓ મોંઘી થઈ જશે.

18 જુલાઈથી શું સસ્તુ શું મોંઘુ

18 જુલાઈથી શું સસ્તુ શું મોંઘુ

18 જુલાઈથી સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક આંચકો લાગશે. GST કાઉન્સિલે રોજિંદા જીવનમાં વપરાતી અમુક વસ્તુઓ પર GST વસૂલવાનો નિર્ણય લીધો છે. કેટલીક ચીજવસ્તુઓ પરની છૂટ પણ પાછી ખેંચી લેવામાં આવી છે, તો કેટલાક સામાન પર જીએસટીના દરમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે 18 જુલાઈથી તમને મોંઘવારીનો વધુ એક ઝટકો મળશે.

સરકાર આપશે ઝટકો

સરકાર આપશે ઝટકો

18 જુલાઈથી સરકારે પેક્ડ અને લેવલયુક્ત ઉત્પાદનો, માછલી, દહીં, પનીર, લસ્સી, મધ, મખાના, સોયાબીન, વટાણા, ઘઉં, અનાજ, પફડ ચોખા જેવા ઉત્પાદનો પર 5% GST વસૂલવાનુ નક્કી કર્યુ છે. તમને જણાવી દઈએ કે આ ઉત્પાદકો અત્યાર સુધી જીએસટીના દાયરામાં નહોતા. પરંતુ 18 જુલાઈથી તેમના પર જીએસટી લાગુ થશે. એટલે કે જીએસટી લાગૂ થયા બાદ આ ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થશે. આ સિવાય માંસ, માછલી, દહીં, ચીઝ અને મધ જેવા ઉત્પાદનો મોંઘા થશે.

જમવાનુ જ નહિ રહેવાનુ પણ મોંઘુ

જમવાનુ જ નહિ રહેવાનુ પણ મોંઘુ

એવુ નથી કે માત્ર ખાદ્યપદાર્થો મોંઘા થશે પરંતુ 18 જુલાઈથી સરકારે હોટલના રૂમ પરનો જીએસટી 12 ટકા કરી દીધો છે. જીએસટી કાઉન્સિલના નિર્ણય અનુસાર 1000થી ઓછા ભાડાવાળા રૂમ પર તમારી પાસેથી 12 ટકા જીએસટી વસૂલવામાં આવશે.

ફૂડ ઉપરાંત આ પ્રોડક્ટ થશે મોંઘી

ફૂડ ઉપરાંત આ પ્રોડક્ટ થશે મોંઘી

ખાદ્ય ચીજવસ્તુઓ સિવાય પ્રિન્ટિંગ, ચાકુ, પેન્સિલ, શાર્પનર, એલઇડી લેમ્પ, આર્ટ અને ડ્રોઇંગ પ્રોડક્ટ્સ પર 18% જીએસટી વસૂલવામાં આવશે. વળી, ટેટ્રા પેક, બેંકના ચેકની સેવા પર 18% જીએસટી વસૂલવામાં આવશે. આ સિવાય માટી સંબંધિત ઉત્પાદનો પર જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે. સાથે જ સરકારી સંસ્થાઓને અપાતા સાધનોના જીએસટીમાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે ટેટ્રા પેક પર જીએસટી વધારવામાં આવ્યો છે.

શું થશે સસ્તુ

શું થશે સસ્તુ

18મી જુલાઈથી મોટાભાગની વસ્તુઓ મોંઘી થઈ રહી છે ત્યારે ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં રોપવે પર જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં નૂર સસ્તુ કરવામાં આવ્યુ છે. આ સિવાય હાડકા સંબંધિત રોગોની સારવાર સસ્તી થશે કારણ કે તેના પર જીએસટી દર 12થી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. સાથે જ એન્ટિ-ફાઈલેરિયા દવા પણ સસ્તી થશે. આ ઉપરાંત સૈન્ય ઉત્પાદનો પરના IGSTને GSTની બહાર રાખવામાં આવ્યો છે. નૂર 18%થી ઘટાડીને 12% કરવામાં આવ્યુ છે.

English summary
GST Rates Revised: What Gets Cheaper, What Gets Costlier from 18 July 2022? Full List Here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X