GST Reforms : GST સ્લેબમાં મોટા ફેરફાર થઈ શકે, 28% સ્લેબની 90% વસ્તુઓ 18%માં આવશે
GST Reforms : કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST માળખામાં મોટા સુધારાઓની જાહેરાત કરી શકે છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી જે વસ્તુઓ 28% GST સ્લેબમાં હતી તેમાંથી 90% વસ્તુઓ પર હવે માત્ર 18% ટેક્સ લાગશે.

આ ઉપરાંત દૈનિક વપરાશની આવશ્યક ચીજવસ્તુઓ માટે ટેક્સ ઘટાડીને 5% કરવામાં આવશે. જો કે, લક્ઝરી ચીજવસ્તુઓ પર 40% નો વિશેષ ટેક્સ લાગુ થશે.
આ સુધારાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણ પછી આવી છે, જેમાં તેમણે GSTમાં નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સની વાત કરી.
શું બદલાવ જોવા મળશે?
5% ટેક્સ સ્લેબ
રોજિંદા ઉપયોગમાં આવતી વસ્તુઓ જેમ કે ખાદ્ય પદાર્થો અને જીવન જરૂરી ચીજવસ્તુઓ પર GST 5% કરવામાં આવશે, જેનાથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે.
18 ટકા ટેક્સ સ્લેબ
જે વસ્તુઓ પહેલા 28%ના સૌથી ઊંચા સ્લેબમાં આવતી હતી, તેમાંથી મોટાભાગની (લગભગ 90%) હવે 18%ના સ્લેબમાં આવી જશે. આ ફેરફાર મધ્યમ વર્ગ માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.
40% વિશેષ ટેક્સ
મોંઘી અને લક્ઝરી પ્રોડક્ટ્સ જેવી કે સિગારેટ, લક્ઝરી કાર, અને અન્ય સુવિધાઓ પર એક નવો ઊંચો 40% નો વિશેષ ટેક્સ લાગુ કરવામાં આવશે.
વર્ષ 2017માં GST લાગુ કરવામાં આવ્યું ત્યારે તેમાં 5%, 12%, 18% અને 28% ના ચાર મુખ્ય સ્લેબ હતા. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય આ સ્લેબની સંખ્યા ઘટાડીને ટેક્સ માળખાને વધુ સરળ બનાવવાનો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, નવી વ્યવસ્થામાં મુખ્યત્વે બે સ્લેબ (5% અને 18%) રહેશે, જે ગ્રાહકો અને નાના ઉદ્યોગો (MSMEs) બંને માટે લાભદાયક રહેશે.
આ સુધારા દિવાળીની આસપાસ લાગુ થઈ શકે છે. સરકારે રાજ્યો સાથેની ચર્ચાઓ પૂર્ણ કરી લીધી છે અને એક ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
