For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની એપેરલ કંપની અરવિંદ લિ.એ કેજરીવાલથી અંતર જાળવ્યું

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 25 જૂન : દિલ્હીમાં મુખ્યમંત્રી પદ છોડ્યાતી થયેલી ફજેતી અને લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)ની થયેલી ટાંય ટાંય ફિશ બાદ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના નામથી સૌ કોઇ દૂર ભાગી રહ્યા છે. આ યાદીમાં ગુજરાત સ્થિત દેશની સૌથી મોટી એપેરેલ બ્રાન્ડ અરવિંદ લિમિટેડ સૌથી નવી છે.

ગુજરાતમાં લાલભાઇ જુથની અગ્રણી કંપનીએ પોતાના નામ અરવિંદ અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલના નામ અંગે એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટ કંપનીએ લોકોને ભૂલથી થતી ગેરસમજ ટાળવા માટે કર્યું હોય તેમ લાગે છે.

અરવિંદ સ્ટોરના નામથી કરેલા ટ્વીટમાં પોતાના ગ્રાહકવર્ગ અને સામાન્ય લોકોને સંબોધીને જણાવવામાં આવ્યું છે કે 'અરવિંદ સ્ટોર અને સ્ટુડિયો અરવિંદને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે કોઇ પણ પ્રકારની લેવા-દેવા નથી.'

arvind-ltd-tweet

અરવિંદ લિમિટેડ ભારતમાં સૌથી મોટી જીન્સ નિકાસકાર કંપની છે. આ ઉપરાંત બ્રાન્ડેડ કપડાંની દુનિયામાં તે મોટું નામ છે. તેના જીન્સની બ્રાન્ડ ફ્લાઇંગ મશીન, ન્યુપોર્ટ
અને એક્સકેલીબર રિટેલ એપેરલમાં ખાસ ઓળખ ધરાવે છે. આ ઉપરાંત વિદેશી બ્રાન્ડ એરો, યુએસ પોલો એસોસિએશન અને ટોમી હિલફિગર માટે રિટેલ નેટવર્કનું લાઇસન્સ તેની પાસે છે. આ કારણે ગેરસમજ અટકાવવા નામ બદલવાનું તો શક્ય નથી પણ લોકોને આ બાબતે સજાગ કરીને નુકસાન થતું અટકાવવાનો આ એક પ્રયાસ છે.

જો કે અરવિંદ લિમિટેડના ટ્વીટથી ખ્યાલ આવી શકે છે કે આજે અરવિંદ કેજરીવાલનું નામ કયા સ્તરે આવી ગયું છે.

English summary
Gujarat based Indian apparel giant Arvind Ltd distances itself from Kejriwal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X