For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેવું વધી ગયું છે? ક્રેડિટ કાઉન્સેલિંગ આપને ઉગારી શકશે

|
Google Oneindia Gujarati News

દેવું કોઇ પણ વ્યક્તિને ટેન્શન આપી શકે છે. આ કારણે દેવું વધી ગયું હોય તેવી વ્યક્તિઓ હંમેશા દેવાને ઘટાડવા માટે મથામણ કરતી રહે છે. આ મથામણમાં કોઇ ઉપાય નહીં મળતા કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિ આત્મહત્યા કરવા તરફ દોરાય છે. આવી સ્થિતિને હળવી બનાવવા હવે ઘણા લોકો ક્રેડિટ કાઉન્સેલિંગની મદદ લઇ રહ્યા છે.

ક્રેડિટ કાઉન્સેલિંગ શું છે? તે કેવી રીતે મદદ કરે છે તે જાણવા આગળ ક્લિક કરો...

ક્રેડિટ કાઉન્સેલિંગનો લાભ કોને મળી શકે?

ક્રેડિટ કાઉન્સેલિંગનો લાભ કોને મળી શકે?


ક્રેડિટ કાઉન્સેલિંગનો લાભ એવી વ્યક્તિઓને મળી શકે છે જેમણે બેંકમાંથી ધિરાણ લીધું હોય છે. આ ધિરાણ પર્સનલ લોન, વ્હીકલ લોન, હોમ લોન, ક્રેડિટ કાર્ડ અને એમએસઇ સેક્ટર જેમાં ધિરાણ રૂપિયા 50 લાખથી વધારે ના હોય તેવી વ્યક્તિઓને મળી શકે છે.

કોણે ક્રેડિટ કાઉન્સેલિંગનો લાભ લેવો જોઇએ?

કોણે ક્રેડિટ કાઉન્સેલિંગનો લાભ લેવો જોઇએ?


બેંકો એવી વ્યક્તિઓને ક્રેડિટ કાઉન્સેલિંગ માટે પ્રોત્સાહિત કરે છે જેમના લોન એકાઉન્ટ નાદાર થયા હોય. આવી વ્યક્તિ ક્રેડિટ કાઉન્સેલિંગ માટે અરજી કરી શકે છે. આવી વ્યક્તિઓએ BCSBIનો સંપર્ક સાધીને તેનું અરજી પત્રક ભરીને સંપર્ક સાધવાનો હોય છે.

ક્રેડિટ કાઉન્સેલિંગ ફ્રી ઓફ ચાર્જ છે

ક્રેડિટ કાઉન્સેલિંગ ફ્રી ઓફ ચાર્જ છે


ક્રેડિટ કાઉન્સેલિંગ ફ્રી ઓફ ચાર્જ છે. એટલે વ્યક્તિએ આ માટે કોઇ રકમ ચૂકવવી પડતી નથી. ક્રેડિટ કાઉન્સિલર્સ બેંક કે દેવાદાર વ્યક્તિ પાસેથી મળેલી વિગતોને ગુપ્ત રાખે છે. આ પ્રક્રિયા અત્યંત ઝડપી હોય છે. આ માટે દરેક બેંકમાં એક નોડલ ઓફિસર હોય છે.

ક્રેડિટ કાઉન્સેલિંગમાં કેવી સેવા આપાવમાં આવે છે?

ક્રેડિટ કાઉન્સેલિંગમાં કેવી સેવા આપાવમાં આવે છે?


ક્રેડિટ કાઉન્સેલિંગ લેનાર વ્યક્તિને જરૂર હોય તો ડેબ્ટ રિસ્ટ્રક્ચરિંગ કરી આપવામાં આવે છે. આ પ્લાન જે તે બેંક સાથે ચર્ચા કર્યા બાદ તૈયાર કરવામાં આવે છે. જો કે બેંક તેનો સ્વીકાર કરે છે કે નહીં તેનો નિર્ણય બેંક લેતી હોય છે. બેંક તેમાં પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફેરફાર પણ કરાવી શકે છે.

ક્રેડિટ કાઉન્સેલિંગ ક્યાં થાય છે?

ક્રેડિટ કાઉન્સેલિંગ ક્યાં થાય છે?


ક્રેડિટ કાઉન્સેલિંગ નીચેના સરનામા પર સવારે 10થી સાંજે 5.30 દરમિયાન થાય છે. આ સેવા સોમવારથી શુક્રવાર સુધી ઉપલબ્ધ હોય છે.

સરનામુ :
બેંકિંગ કોડ્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ બોર્ડ્સ ઓફ ઇન્ડિયા
C-7, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બિલ્ડિંગ,
બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, બાંદ્રા (ઇસ્ટ),
મુંબઇ - 400 051. મહારાષ્ટ્ર.
ફોન નંબર : 022-2657 1105

English summary
Have a Lot of Debt? Here's Why Credit Counseling May Help?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X