For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અસ્થાયી સમાધાન હતુ લોન મોરેટોરિયમ, કોરોના સામે જંગમાં સંશાધનોની કમી નથીઃ RBI

આરબીઆઈના ગવર્નરે કહ્યુ કે લોન મોરેટોરિયમની સુવિધા એક અસ્થાયી સમાધાન હતુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યુ કે લૉકડાઉન દરમિયાન જનતાને રાહત આપવા માટે કેન્દ્રની મોદી સરકાર અને ભારતીય રિઝર્વ બેંકે ઘણા પગલાં લીધા છે. તેમાંથી જ એક છે લોન મોરેટોરિયમ એટલે કે લોન સ્થગનની સુવિધા. આરબીઆઈના ગવર્નરે કહ્યુ કે લોન મોરેટોરિયમની સુવિધા એક અસ્થાયી સમાધાન હતુ. ઋણ સમાધાન ઢાંચાથી કોરોના વાયરસ સંબંધી બાધાઓનો સામનો કરી રહેલ દેવાદારોને ટિકાઉ રાહત મળવાની આશા છે.

rbi

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે કોરોના વાયરસ મહામારીની રોકથામ બાદ દેશની અર્થવ્યવસ્થાને મજબૂતીના રસ્તે લાવવા માટે સાવચેતી સાથે આગળ વધવુ પડશે. આર્થિક ક્ષેત્રને સામાન્ય સ્થિતિમાં પાછુ લાવવુ જોઈએ. આરબીઆઈ ગવર્નરે સ્પષ્ટ કર્યુ કે કોઈ પણ રીતે એ ન માનવુ જોઈએ કે આરબીઆઈ ઉપાયોને જલ્દી હટાવી લેશે.

સાર્વજનિક ક્ષેત્રની બેંકોની એકીકરણ યોગ્ય દિશામાં એક પગલુ છે. બેંકોનો આકાર જરૂરી છે પરંતુ દક્ષતા આનાથી પણ મહત્વપૂર્ણ છે. બેંક તણાવનો સામનો કરશે એ સીધી વાત છે. વધુ મહત્વપૂર્ણ એ છે કે બેંક પડકારો સામે કોઈ રીતે પ્રતિક્રિયા આપે છે અને તેનો સામનો કરે છે. કોવિડ-19 મહામારીના પ્રકોપ અને અન્ય પાસાંઓ પર એક વાર સ્પષ્ટતા થયા બાદ આરબીઆઈ મુદ્રાસ્ફીતિ અને આર્થિક વૃદ્ધિ પર પોતનુ પૂર્વાનુમાન આપવાનુ શરૂ કરી દેશે. રિઝર્વ બેંક ગવર્નરે કહ્યુ કે બેંકોમાં છેતરપિંડીથી બચવા માટે સુધાર લાવવા ઘણી જોગવાઈ છે. બેંકો, આર્થિક ક્ષેત્રની મજબૂતી માટે આગળ આવીને મૂડી ભેગી કરવી ઘણુ મહત્વપૂર્ણ હશે.

SC/ST અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મહત્વનો ચુકાદો, ક્રીમી લેયર પર થઈ શકે છે પુનર્વિચારSC/ST અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મહત્વનો ચુકાદો, ક્રીમી લેયર પર થઈ શકે છે પુનર્વિચાર

English summary
‘Have not exhausted our ammunition in fight against Covid-19’: RBI Governor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X