આ છે બેસ્ટ કેમેરાવાળા 5 સ્માર્ટફોન, જાણો ફીચર્સ
દિવાળીમાં દરેક વ્યક્તિ ઉજવણી કરવામાં મશગુલ રહે છે. આ સાથે ઘણા લોકો આ ખુશીઓની પળોને કેમેરામાં કેદ પણ કરે છે. હવે લોકો અલગ કેમેરો લેવા કરતા સારા કેમેરા વાળા સ્માર્ટ ફોન ખરીદે છે.
દિવાળીમાં દરેક વ્યક્તિ ઉજવણી કરવામાં મશગુલ રહે છે. આ સાથે ઘણા લોકો આ ખુશીઓની પળોને કેમેરામાં કેદ પણ કરે છે. હવે લોકો અલગ કેમેરો લેવા કરતા સારા કેમેરા વાળા સ્માર્ટ ફોન ખરીદે છે. ઘણીવાર લોકો ફોન ખરીદવામાં કન્ફ્યુઝ થઇ જાય છે. કારણ કે, હાલ બજારમાં ચોઇસ ઘણી વધી ગઇ છે. આવો જાણીએ એવા 5 સ્માર્ટ ફોન જેના કેમરાથી કરી શકો છો પરફેક્ટ ક્લિક.
આ સ્માર્ટ ફોન તમારા બજેટમાં પણ છે. આ ફોનની ખાસ વાત એ છે કે, આ સ્માર્ટ ફોન્સ દ્વારા ઓછી લાઇટમાં પણ સારા ફોટોસ ખેંચી શકો છો. આ સાથે તમે લો લાઇટમાં સેલ્ફી પણ પાડી શકો છે.

Apple iPhone 13
આ લિસ્ટમાં Apple iPhone 13 એકમાત્ર એવો સ્માર્ટફોન છે, જે ગત વર્ષે લોન્ચ થયો હતો. એક વર્ષથી વધુ જૂનું મોડેલ હોવા છતાં,iPhone 13 એ iPhone 14 ની સરખામણીમાં આ વર્ષે યોગ્ય કિંમત સાથે ખરીદવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે.
iPhone 13 માં તમને 12 MPવાઈડ અને અલ્ટ્રા વાઈડ કેમેરા મળે છે. જેમાં ફોટોગ્રાફિક સ્ટાઈલ, સ્માર્ટ એચડીઆર 4, નાઈટ મોડ, 4કે ડોલ્બી વિઝન એચડીઆર રેકોર્ડિંગફીચર્સ ઉપલબ્ધ છે. આ સાથે ફ્રન્ટમાં 12 MP કેમેરા સેટઅપ પણ આપવામાં આવ્યો છે.

Google Pixel 7
આ યાદીમાંનું નવું મોડલ છે અને તેની શ્રેષ્ઠ કિંમત અને ઉત્તમ પેકેજિંગને કારણે તે ઝડપથી પ્રિય બની ગયું છે. આ વધુ સારો કેમેરા, બહેતરપ્રદર્શન અને Google તરફથી સીમલેસ Android એક્સપિરિયન્સ સાથે આવે છે. ઉલ્લેખનીય છે કે, કેમેરાના મામલે આ સ્માર્ટફોનેiPhone સાથે સ્પર્ધા કરવાનું શરૂ કરી દીધું છે.
Pixel 7 Pro 50 MP પ્રાઇમરી વાઇડ-એંગલ લેન્સ, 48 MP ટેલિફોટો લેન્સ અને 12MP અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરાનો સમાવેશ કરીને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપે છે.

Samsung Galaxy S22/Plus
Samsung Galaxy S22 અને S22 Plus એ કમ્પલેટ પેકેજ છે અને Galaxy S22 Ultra કરતાં વધુ સારો વિકલ્પ છે. ફેસ્ટિવલસિઝનમાં તેને 51,900 રૂપિયામાં વેચવામાં આવી રહી છે.
Samsung Galaxy S22 Plus 5G 8 GB રેમ અને 128 GB સ્ટોરેજસાથેના તમામ કલર વેરિઅન્ટ પર 41 ટકાની છૂટ આપવામાં આવી રહી છે.
સ્માર્ટફોનને 12 MP અલ્ટ્રાવાઇડ લેન્સ સાથે 50 MP મુખ્યકેમેરા અને 3X ઓપ્ટિકલ ઝૂમ સાથે 10 MP ટેલિફોટો લેન્સ મળે છે. સેલ્ફી માટે ફોનમાં 10 MP કેમેરા પણ છે.

Realme GT 2 Pro
આ ખરીદદારો માટે કે, જેઓ બેસ્ટ પર્ફોમન્સની શોધમાં છે. Realme નું આ ડિવાઇસ Qualcomm Snapdragon 8 Gen 1 ચિપસેટદ્વારા સંચાલિત છે અને આકર્ષક 'પેપર બેક' ડિઝાઇન સાથે આવે છે.
તમે તેને ગેમિંગ માટે પણ ખરીદી શકો છો. ફોનમાં ટ્રિપલ રિયર કેમેરાસેટઅપ આપવામાં આવ્યો છે, જેનો મુખ્ય લેન્સ 50 MP છે. હેન્ડસેટ 50 MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને 2 MP માઇક્રોસ્કોપ લેન્સસાથે આવે છે. ફ્રન્ટમાં 32 MP સેલ્ફી કેમેરા છે.

Oppo Find X5 Pro
Oppo Find X5 Pro પાસે અત્યાર સુધીનો શ્રેષ્ઠ સ્માર્ટફોન કેમેરા સેટઅપ છે. તે કોઈપણ સ્થિતિમાં ગ્રેટ શોટ લે છે. સ્માર્ટફોનમાં તમારીપાસે 50 MP પ્રાઇમરી વાઇડ કેમેરા, 50 MP અલ્ટ્રાવાઇડ કેમેરા અને a13 MP ટેલિફોટો કેમેરા છે. તમે તેને ખૂબ જ ઓછી કિંમતેખરીદી શકો છો.












Click it and Unblock the Notifications
