Stock Market Holiday November 2024: નવેમ્બરમાં 11 દિવસ શેર માર્કેટમાં ટ્રેડિંગ નહીં થાય

આવતી કાલથી નવેમ્બર મહિનો શરૂ થઇ રહ્યો છે. ત્યારે શેર માર્કેટમાં રોકાણ કરતા તમામ વાચક મિત્રોએ જાણવું જરૂરી છે કે નવેમ્બર મહિનામાં કેટલા દિવસ સ્ટોક એક્સચેન્જમાં રજા રહેશે. નેશનલ સ્ટૉક એક્સચેન્જની વેબસાઇટ મુજબ બે વીક ડેઇજ પર પણ સંચાલિત નહીં થાય. જેમાં દિવાળી જે 1 નવેમ્બરે ઉજવાશે અને ગુરુનાનક જંયતી જે 15 નવેમ્બરે ઉજવાશે, આ બંને દિવસ સામેલ છે.

BSE Holiday

બીએસઈ અને એનએસઈ એક્સચેન્જ નવેમ્બરમાં કયા કયા દિવસે બંધ રહેશે

નવેમ્બર મહિનામાં કૂલ 11 દિવસ શેર માર્કેટમાં ટ્રેડિંગ નહીં થાય. 1 નવેમ્બરે દિવાળી - લક્ષ્મી પૂજાના દિવસે શેર બજારમાં મુહૂર્ત ટ્રેડિંગ થશે જે માત્ર 1 કલાક માટે જ થશે. જે બાદ 2 નવેમ્બરે શનિવારના કારણે શેર માર્કેટમાં કારોબાર નહીં થાય. પછી 3 નવેમ્બરે રવિવાર અને 9 નવેમ્બરે શનિવારને કારણે શેર માર્કેટ બંધ રહેશે. આ ઉપરાંત 10 નવેમ્બરે રવિવારના કારણે શેર માર્કેટ બંધ રહેશે. પછી 15 નવેમ્બરે પ્રકાશ ગુરુપર્વ શ્રી ગુરુ નાનક દેવની જન્મ જયંતી પર શેર બજાર બંધ રહેશે.

જે બાદ 16 નવેમ્બરે શનિવારે અને 17 નવેમ્બરે રવિવાર હોવાથી શેર માર્કેટ બંધ રહેશે. મહિનાના અંતમાં 23 નવેમ્બરે શનિવાર અને 24 નવેમ્બરે રવિવારે ટ્રેડિંગ નહીં થાય.

ક્યારે છે મુહૂર્ત ટ્રેડિંગ

દિવાળીના દિવસે એક કલાક માટે શેર માર્કેટ ખુલે છે, જેને મુહૂર્ત ટ્રેડિંગ કહેવાય છે. રોકાણકારોનું માનવું છે કે આ દિવસે ટ્રેડિંગ કરવાથી સમૃદ્ધિ મળે છે. જણાવી દઈએ કે પાછલા વર્ષે દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન બજારમાં સારો એવો ઉછાળો આવ્યો હતો. સ્ટૉક એક્સચેન્જમાં 1 નવેમ્બરે દિવાળીની સત્તાવાર રજા છે. આ દરમિયાન શેર બજાર બંધ રહેશે. પરંતુ સાંજે એક કલાક માટે વિશેષ કારોબારી વિંડો ખુલી રહેશે. મુહૂર્ત ટ્રેડિંગ 1 નવેમ્બરે સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X