For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM Kisan યોજનાના રૂ. 2 હજાર રૂપિયા નહીં મેળવી શકો, જો આ દસ્તાવેજો નથી તો

સરકારે ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજનાનો પ્રથમ હપ્તો ખેડૂતોના ખાતામાં નાખવાની તૈયારી શરૂ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

સરકારે ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજનાનો પ્રથમ હપ્તો ખેડૂતોના ખાતામાં નાખવાની તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ તે 2000 રૂપિયાનો પ્રથમ હપતો ખેડૂતો ને ત્યારે જ મળશે, જ્યારે ખેડૂતો કેટલાક દસ્તાવેજો આપશે. જો ખેડૂતો પાસે તે દસ્તાવેજ નહીં હોય તો તે આ યોજનાનો લાભ લઇ શકશે નહિ. આ યોજના હેઠળ, સરકાર દેશભરમાં બે એકર જમીનના માલિક ખેડૂતોને એક વર્ષમાં 6000 રૂપિયા આપશે. આ પૈસા એક વર્ષમાં ત્રણ હપ્તાઓમાં ખેડૂતોના બેંક ખાતાઓમાં જમા કરવામાં આવશે. સરકાર માર્ચમાં 2000 રૂપિયાનો પહેલો હપ્તો ખેડૂતોને આપશે.

આ પણ વાંચો: Budget 2019: 10.5 લાખની વાર્ષિક આવક પણ થશે ટેક્સ ફ્રી, આ છે કેલ્ક્યુલેશન

બેંક એકાઉન્ટ નંબર અને મોબાઇલ નંબર એકત્રિત કરવા માટે કહ્યું

બેંક એકાઉન્ટ નંબર અને મોબાઇલ નંબર એકત્રિત કરવા માટે કહ્યું

પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજનાના સંબંધમાં, કૃષિ મંત્રાલયે રાજ્ય સરકારોને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે તેઓએ નાના અને સીમાંત ખેડૂતોના ડેટાબેઝ તૈયાર કરવા. રાજ્યોના આવા ખેડૂતોની વિગતોમાં તેઓને તેમના નામ, સ્ત્રી છે કે પુરૂષ, એસસી-એસટી, બેંક એકાઉન્ટ નંબર અને મોબાઇલ નંબર એકત્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે.

આધાર (AADHAAR) નંબર

આધાર (AADHAAR) નંબર

સત્તાવાર દસ્તાવેજો અનુસાર, પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજના હેઠળ રૂ. 2 હજારનો પ્રથમ હપતો મેળવવા માટે આધાર (AADHAAR) ફરજિયાત રહેશે નહીં, પરંતુ પછીના હપતા માટે આધાર (AADHAAR) આપવો જ પડશે. ખેડૂતોની ઓળખ માટે આધાર (AADHAAR) ને જરૂરી બનાવવામાં આવી રહ્યો છે.

આ દસ્તાવેજો પણ જરૂર છે

આ દસ્તાવેજો પણ જરૂર છે

પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજના વિશે રાજ્ય સરકારોને કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર 2018 થી માર્ચ 2019 સુધીના સમયગાળાનો હપતો મેળવવા માટે આધાર નંબર જ્યાં ઉપલબ્ધ હશે, તે જ લેવામાં આવશે. જો કોઈ આધાર ન હોય તો, અન્ય વૈકલ્પિક દસ્તાવેજો, જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ (ડીએલ), મતદાર આઈડી, એનઆરજીએએ એમ્પ્લોયમેન્ટ કાર્ડ (નરેગા રોજગાર કાર્ડ) કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા અન્ય ઓળખપત્રના આધારે નાના ખેડૂતોને પ્રથમ હપતા આપવામાં આવશે.

English summary
How To Apply For Kisan Samman Nidhi What document required for PM Kisan Samman Nidhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X