For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2019: 10.5 લાખની વાર્ષિક આવક પણ થશે ટેક્સ ફ્રી, આ છે કેલ્ક્યુલેશન

Budget 2019: 10.5 લાખની વાર્ષિક આવક પણ થશે ટેક્સ ફ્રી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મોદી સરકારે શુક્રવારે પોતાના કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કર્યું. એરુણ જેટલીની અનુપસ્થિતિમાં પીયૂષ ગોયલે લોકસભામાં બજેટ રજૂ કરતી સમયે મોટું એલાન કર્યું કે પાંચ લાખ સુધીની આવકવાળા સેલેરી ક્લાસે કોઈ ટેક્સ નહિ ચૂકવવો પડે. જણાવી દઈએ કે પાંચ લાખથી 10 લાખ રૂપિયાની આવકવાળા લોકો પર 20 ટકા અને 10 લાખથી વધુની આવક પર 30 ટકાનો ટેક્સ લાગે છે. આ સ્થિતિમાં 5 લાખથી વધુ આવકવાળા લોકોને આ બજેટ પરેશાનીમાં મુકી શકે છે કેમ કે આ બજેટમાં તેમને કોઈ રાહત મળતી જોવા મળી રહી નથી. જો કે અરુણ જેટલીએ પોતાના બ્લોગમાં જણાવ્યું કે 8 લાખ વાર્ષિક આવકવાળો વ્યક્તિ પણ એક નવા નિયમ અંતર્ગત બચત કરી શકે છે અને 10,50,000 રૂપિયાની આવકવાળા વ્યક્તિએ પણ કોઈ ટેક્સ નહિ ચૂકવવો પડે. જાણો, આ કઈ રીતે શક્ય છે.

ઈનકમ ટેક્સમાં છૂટ માટે કેટલાય વિકલ્પ

ઈનકમ ટેક્સમાં છૂટ માટે કેટલાય વિકલ્પ

જો કોઈ વ્યક્તિનો વાર્ષિક પગાર 10,50,000 રૂપિયા છે. એ વ્યક્તિની ઉંમર 60 વર્ષથી ઓછી માનવામાં આવે તો તેણે 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે. 50 હજાર રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ વ્યક્તિની ટેક્સેબલ ઈનકમ 10 લાખ થઈ જશે. જો તે વ્યક્તિ 1.5 લાખ સુધીનું રોકાણ કરે છે તો 80C અંતર્ગત તે ટેક્સ ક્લેઈમ કરી શકે છે. એનપીએસ (નેશનલ પેન્શન સ્કીમ) અંતર્ગત રોકાણ કરવા પર 50 હજાર રૂપિયાની છૂટનો લાભ પણ તે વ્યક્તિ લઈ શકે છે.

હોમ લોન, મેડિક્લેમનો લાભ લઈ શકે

હોમ લોન, મેડિક્લેમનો લાભ લઈ શકે

આ ઉપરાંત હોમ લોન પર વ્યાજના મામલામાં આવકવેરા કાયદાની કલમ 24 અંત્ગત 2 લાખ રૂપિયા સુધીની છૂટ માટે દાવો કરી શકે છે, જે બાદ તે વ્યક્તિની ટેક્સેબલ ઈનકમ 6 લાખ સુધી આવી જશે. આ ઉપરાંત તે વ્યક્તિ 25000 રૂપિયાનું વ્યક્તિગત મેડિક્લેમ જ્યારે 50,000 રૂપિયા માતા-પિતાનો હેલ્થ ઈન્સ્યોરન્સ વીમો ક્લેઈમ કરી શકે છે. જે અંતર્ગત 25000 રૂપિયાનો વધારાનો કેલઈમ પણ કરી શકે છે. જે બાદ કુલ ટેક્સેબલ આવક 5 લાખ થઈ જશે. અને 5 લાખની આવક પર વ્યક્તિ પૂર્ણ રીતે ઈનકમ ટેક્સમાંથી છૂટ મેળવી શકે છે. એટલે કે જો તમે 10,50,000 રૂપિયા વાર્ષિક કમાતા હશો તો પણ તમે ટેક્સમાંથી છટકબારી શોધી શકો છો.

5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહિ

5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહિ

જણાવી દઈએ કે સરકારે 5 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરતા મોટી ભેટ આપી છે, જેનો લાભ 3 કરોડ જેટલા લોકોને મળશે. સરકારે સ્ટાન્ડર્ડ ડિડક્શનને 40 હજારથી વધારીને 50 હજાર કી દીધું છે. જો તમારી વાર્ષિક આવક 6.5 લાખ છે અે તમે પીએફ કે અન્ય ક્યાંય રોકાણ કરો છો, જે 80C અને 10(10)D અંતર્ગત આવે છે તો તમારે 6.5 લાખ રૂપિયાની આવક પર ટેક્સ નહિ ચૂકવવો પડે.

બજેટ 2019: મોદી સરકારના આ બજેટમાં મહિલાઓને શું મળ્યુ?બજેટ 2019: મોદી સરકારના આ બજેટમાં મહિલાઓને શું મળ્યુ?

English summary
Budget 2019: income over 10 lakh, you can still avoid paying taxes, here is how
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X