LIC પોલિસી સામે લોન લેવા અરજી કેવી રીતે આપવી?
આપ કેટલા નિયમોને પૂરા કરો તો એલઆઇસી (LIC) પોલિસી સામે આપને લોન મળી શકે છે. અહીં મહત્વની બાબત એ છે કે જે વ્યક્તિએ ત્રણ વર્ષ કરતા વધારે સમય માટે એલઆઇસીની પોલિસી રાખી હોય તેને જ લોન મળી શકે છે. આપને એલઆઇસીની પોલિસી સામે કેટલી રકમની લોન મળે છે તેનો આધાર પોલિસીની રકમ અને કેટલા સમયગાળા માટેની છે તેના પર રહેલો છે. આ પ્રકારની લોનને સિક્યોર્ડ લોન કહેવામાં આવે છે અને અન્ય લોનની સરખામણીમાં તેના વ્યાજદર ઓછા હોય છે.
અરજી કેવી રીતે કરવી?
કોઇ વ્યક્તિએ એલઆઇસીની પોલિસી સામે લોન લેવા માટે અરજી કરવી પડે છે. આ માટે વ્યક્તિ વેબસાઇટ મારફતે પણ અરજી કરી શકે છે. જો કે ફોર્મ ડાઉનલોડ કરીને અરજી બ્રાન્ચમાં જમા કરાવવાની હોય છે.

અહીં ખાસ નોંધવાની વાત એ છે કે આ પ્રકારની લોન મેળવવા માટે પોલિસી અને પોલિસી પ્રમાણે શરતો બદલાય છે. આ લોન લેવા માટે આપે આપની ઓરિજિનલ એલઆઇસી પોલિસી સરન્ડર કરવી પડે છે.
વ્યાજના દર :
આ પ્રકારની લોન પર 9થી 10 ટકાના દરે લોન મળે છે જેને અર્ધવાર્ષિક મુદ્દતે ભરવાની હોય છે.
લોનની રકમ :
લોનની મહત્તમ રકમ સરેન્ડર વેલ્યુના 90 ટકા સુધી મળે છે. ( જો પોલિસી પૂરી થઇ હોય તો 85 ટકા રકમ મળે છે.)
લોનનો સમયગાળો :
આ પ્રકારની લોન મહત્તમ 6 મહિનાના સમયગાળા માટે મળે છે. જો આપ છ મહિનામાં લોનની રકમ ચૂકવવા તૈયાર હોવ તો ઓછામાં ઓછા છ મહિના માટેનું વ્યાજ ચૂકવવું પડે છે.
મેચ્યોરિટી/ડેથ :
જો કોઇ કિસ્સામાં પોલિસી ધારકનું મૃત્યુ થાય તો છ મહિના માટેની લોનનું વ્યાજ વ્યક્તિની મૃત્યુની તારીખ સુધીની રહે છે.
જો કોઇ કિસ્સામાં વ્યાજ ચૂકવવામાં વ્યક્તિ નિષ્ફળ જાય તો ઇન્શ્યોરન્સ પોલિસીની ટર્મ પ્રમાણે વહેલા ક્લેઇમ , લોનની રકમ અને વ્યાજ વેગેરે ક્લેઇમ એમાઉન્ટમાંથી કારવામાં આવશે અને બાકીની રકમ તેમને ચૂકવવામાં આવશે.
આ પ્રકારની લોન મેળવવા માટે વધારે સમય લાગતો નથી. એકવાર લોન મંજુર થઇ જાય પછી 2-3 દિવસમાં રકમ મળી જાય છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
