Best ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાની Tips
સુરક્ષિત ભવિષ્ય માટે નાણાકીય આયોજન (ફાઇનાન્શિયલ પ્લાનિંગ) જરૂરી છે. વર્તમાન સમયમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગના વિવિધ સાધનો માર્કેટમાં ઉપલબ્ધ છે. જો કે તેના કારણે જ કન્ફ્યુઝન પણ વધી છે. આ માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા પહેલા કન્ફ્યુઝન કે મુંઝવણ દૂર કરવી જરૂરી છે...

1. યોગ્ય અને અયોગ્ય ખર્ચનો ભેદ
આર્થિક સલાહકારોનું કહેવું છે કે સારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવા માટે યોગ્ય ખર્ચા અને અયોગ્ય ખર્ચા વચ્ચેનો ભેદ પારખવો જરૂરી છે. આ માટે જરૂરી છે કે આપ આપના બજેટ અનુસાર ખર્ચ કરો.

2. ભવિષ્યની સુરક્ષા અત્યારથી
આપે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા સમયે ભવિષ્યમાં પડનારી નાણાની મોટી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આયોજન કરવું જોઇએ. ભવિષ્યમાં મોટા ખર્ચા મોટા ભાગે સ્વાસ્થ્ય સંબંધિત આવે છે. આ માટે આપે કોઇ સારી વીમા પોલિસી લેવી જોઇએ.

3. સેવિંગ ટાર્ગેટ નક્કી કરો
સામાન્ય રીતે મોટા ભાગના લોકો કહેતા હોય છે કે મોંઘવારી વધારે છે. જેના કારણે બચત થતી જ નથી. ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં બચતનું મહત્વ છે. આ માટે ગમે તેટલા ખર્ચમાં પણ નાની બચતથી સેવિંગ શરૂ કરવું જોઇએ. આ માટે એક ટાર્ગેટ નક્કી કરવો જોઇએ કે વર્ષે ઓછામાં ઓછી આટલી બચત થવી જ જોઇએ.

4. ગોલ્સ નક્કી કરો
આપના ફાઇનાન્શિયલ પ્લાનિંગને ઇઝી બનાવવા માટે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ગોલ્સ નક્કી કરો. શોર્ટ ટર્મમાં નાના ખર્ચાઓ જ્યારે લોંગ ટર્મમાં મોટા ખર્ચા અને બચતનો સમાવેશ થાય છે. આપની આવકને ધ્યાનમાં રાખીને ગોલ્સ પૂરો કરવા માટે ચોક્કસ રકમની ફાળવણી કરો.












Click it and Unblock the Notifications
