ભારતમાં સોનાના વેચાણ પર ટેક્સ કેવી રીતે ગણાય છે?
અન્ય મૂડી અને સંપત્તિ અનુસાર સોનાના વેચાણ ઉપર પણ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. જો આપે સોનાની ખરીદી કરીને તેના પર નફો મળે તે રીતે તેનું વેચાણ કર્યું તો તેના પર કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો ફરજિયાત છે.
સોનાના વેચાણથી થતા નફા પર કેટલો ટેક્સ લાગે?
સોનાના વેચાણથી થતા નફા પર કેટલો ટેક્સ લાગે તેનો આધાર તેને કેટલા સમય માટે રાખવામાં આવ્યું હતું તેના પર રહેલો છે. ઉદાહરણ તરીકે આપે સોનાની ખરીદી અને વેચાણ નફો મળે તે રીતે ત્રણ વર્ષની અંદર કર્યું તો આપના પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લાગે છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન પર લાગતો ટેક્સ રેટ સામાન્ટ ટેક્સ દર જેટલો જ હોય છે.

જો આપ ત્રણ વર્ષથી વધારે સમય માટો સોનુ રાખો અને તેનું નફો થાય તે રીતે વેચાણ કરો તો તેના પર 20 ટકાનો કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. દાખલા તરીકે તમે સોનાની ખરીદી કરીને વેચાણ કર્યું અને તેના પર રૂપિયા 10,000નો નફો મેળવ્યો તો રૂપિયા 2,000 ટેક્સ લાગશે.
આ કારણે સોનામાં રોકાણ નફાકારક માનવામાં આવતું નથી. આ કારણે અનેક લોકો ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરે છે. તેમાં શેર્સ પર લાગે તે રીતે જ ટેક્સ લાગે છે.
સોના પર વેલ્થ ટેક્સ
જો આપની પાસે રૂપિયા 30 લાખથી વધારે મૂલ્યનું સોનુ હોય તો આપને વેલ્થ ટેક્સ લાગે છે. જો આપને ત્યાં ઇન્કમ ટેક્સની રેઇડ પડે અને આપે વેલ્થ ટેક્સ ભર્યો ના હોય તો આપનું સોનુ જપ્ત થઇ શકે છે. આ ઉપરાંત રૂપિયા 5 લાખથી વધારે રકમનું સોનુ ખરીદવા પર પાન કાર્ડ હોવું જરૂરી છે.












Click it and Unblock the Notifications
