For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Education લોન અંગે જાણો આ માહિતી, નહીં તો થઈ શકે છે નુક્સાન

આજે શિક્ષણનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. ઉચ્ચ શિક્ષણ માટે લોકો એજ્યુકેશન લોનનો સહારો લે છે

|
Google Oneindia Gujarati News

આજે શિક્ષણનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. ઉચ્ચ શિક્ષણ માટે લોકો એજ્યુકેશન લોનનો સહારો લે છે. વિદેશની સરખામણીએ ભલે ભારતમાં શિક્ષણ સસ્તું હોય, પરંતુ દેશમાં પ્રતિ વ્યક્તિ આવક જોઈએ તો તેને ખાસ સસ્તું પણ ન ગણી શકાય. જ્યાં એક તરફ સરકારી સંસ્થાઓમાં એડમિશન માંડ માંડ મળે છે, ત્યાં બીજી તરફ ખાનગી સંસ્થાઓની ફી ભારેખમ હોય છે. બીજી તરફ વિદ્યાર્થીઓ પાસે શિક્ષણ માટે લોન સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. હાલ સમાજમાં વ્યક્તિનું શિક્ષિત હોવું પણ જરૂરી બન્યું છે. યુવાનોએ સપના પૂરા કરવા માટે અથાક મહેનતની સાથે સાથે પૈસાની પણ જરૂર છે. કેટલીક બેન્ક અને ફાઈનન્સિયલ ઈન્સ્ટીટ્યુશન આ માટે લોન આપે છે.

આ પણ વાંચો: Loan પૂરી થઈ ગઈ, પણ બેન્કે તમને આ દસ્તાવેજ આપ્યા કે નહીં?

4 લાખ રૂપિયા સુધીની લોન માટે સિક્યોરિટી જરૂરી નથી.

4 લાખ રૂપિયા સુધીની લોન માટે સિક્યોરિટી જરૂરી નથી.

એજ્યુકેશન લોન માટે જરૂરી છે કે વિદ્યાર્થીએ કોઈ ટેક્નિકલ કે પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ લીધો હોય. ભારતમાં અભ્યાસ માટે 10 લાખ રૂપિયા અને વિદેશમાં અભ્યાસ માટે 20 લાખ રૂપિયાની એજ્યુકેશન લોન લઈ શકાય છે. 4 લાખ રૂપિયા સુધીની લોન લેવા માટે તમારે કોઈ સિક્યોરિટી આપવાની જરૂર નથી રહેતી. પરંતુ જો તમારી લોન અમાઉન્ટ મોટી છે, તો તમારે સિક્યોરિટી આપવી જરૂરી છે. લોન કોર્સ પૂરો કર્યા બાદ જમા કરવાની હોય છે.

એજ્યુકેશન લોનના પ્રકાર

એજ્યુકેશન લોનના પ્રકાર

1. અન્ડર ગ્રેજ્યુએટ એજ્યુકેશન લોન

હાયર સેકન્ડરી એજ્યુકેશન પૂરું થયા બાદ ગ્રેજ્યુએશન કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ આ લોન માટે અપ્લાય કરી શકે છે.

2. કરિયર એજ્યુકેશન લોન

આ જ રીતે એજ્યુકેશન લોન સ્ટુડન્ટ્સના કરિયર ઓરિએન્ટેડ એજ્યુકેશન પ્રોગ્રામ માટે લઈ શકે છે.

3. ગ્રેજ્યુએટ એજ્યુકેશન લોન

હાયર એજ્યુકેસન માટે વિદ્યાર્થીઓ આ લોન લઈ શકે છે. આ માટે વિદ્યાર્થીએ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે.

4. પેરેન્ટ્સ માટે લોન

જે પેરન્ટ્સ પોતાના બાળકોના અભ્યાસના ખર્ચમાં પહોંચી ન વળતા હોય, તેઓ બાળકોના ભણાવવા આ લોન લઈ શકે છે.

આ મુદ્દા ધ્યાન રાખો

આ મુદ્દા ધ્યાન રાખો

એજ્યુકેશન લોન એવા ભારતીય નાગરિકોને મળે છે, જેમણે કોઈ પ્રોફેશનલ કે ટેક્નિકલ કોર્સમાં એડમિશન લીધું હોય. કે પછી મેરિટન આધારે દેશ-વિદેશની કોઈ સંસ્થામાં પસંદગી થઈ હોય.

એજ્યુકેશન લોન માટે કો એપ્લિકાન્ટ હોવું જરૂરી છે. કો એપ્લિકાન્ટ માટે વાલી, જીવનસાથી કે ભાઈ બહેન માન્ય ગણાય છે. 7.5 લાખથી વધુની લોન માટે જામીન આપવા જરૂરી છે. ઘર, ઘરેણાં, જેવી વસ્તુ સિક્યોરિટી તરીકે મૂકી શકાય છે.

કોર્સ પૂરો થયા બાદ છ મહિનાથી 1 વર્ષની અંદર રિપેમેન્ટ પિરીયડ શરૂ થાય છે. જો તમે હપતા ભરવામાં ચૂકો તો સાધારણ વ્યાજ લાગુ થાય છે.

એજ્યુકેશન લોન માટે આ દસ્તાવેજ છે જરૂરી

એજ્યુકેશન લોન માટે આ દસ્તાવેજ છે જરૂરી

બેન્કો હંમેશા કેટલાક વધારાના દસ્તાવેજ માગે છે. જેમાં શિક્ષણ સંસ્થાનું એડમિશન લેટર, ફી સ્ટ્ર્ક્ચર, કી સૂચિ, 10મા, 12માની માર્કશીટ અને જરૂર પડે તો ગ્રેજ્યુએશન સુધીનું રિઝલ્ટ, સેલરી સ્લિપ, ITR જરૂરી હોય છે. તો ફાઈનાન્સ ઈન્સ્ટીટ્યુશન એજ્યુકેશન લોન માટે કેટલાક દસ્તાવે જરૂર માગે છે.

- એડ્રેસ પ્રૂફ (રેશન કાર્ડ, બેન્ક પાસબુક, વોટર આઈડી)
- સર્ટિફિકેટ ઓફ એડમિશન
- છેલ્લે ભરેલી ફીની પહોંચ
- વિદ્યાર્થી અને વાલીનું આધાર તેમ જ પાન કાર્ડ

એજ્યુકેશન લોન અંગેની વિશેષ વાતો

એજ્યુકેશન લોન અંગેની વિશેષ વાતો

1. એજ્યુકેશન લોન શું કરે છે

એજ્યુકેશન લોન હંમેશા વિદ્યાર્થીની કોલેજની ભણવાની ફી અને અન્ય ચીજવસ્તુઓનો ભાર વહન કરે છે.

2. કોણ કરી શકે છે એપ્લાય

એજ્યુકેશન લોન માટે વિદ્યાર્થીએ પહેલા અરજી કરવી પડે છે. વિદ્યાર્થી જ મુખ્ય અરજી કરતા હોય છે. વાલી કો એપ્લિકેન્ટ બની શકે છે.

3 કોને મળી શકે છે લોન

આ લોન એવા ભારતીય વિદ્યાર્થીઓને મળી શકે છે, જે ભારતમાં રહીને અથવા વિદેશ જઈને પોતાનો અભ્યાસ કરવા ઈચ્છતા હોય. આ માટે સંસ્થાનો દ્વારા અપાતી વધારાની રકમ ફાઈનાન્સ સંસ્થા પર આધારિત છે.

4 કયા કરા કોર્સ કરી શકો છો.

આ લોન દ્વારા તમે પાર્ટ ટાઈમ, ફૂલ ટાઈમ, વોકેશનલ, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, એન્જિનિયરિંગ કોર્સ, મેનેજમેન્ટ, મેડિકલ, હોટેલ મેનેજમેન્ટ જેવા કોર્સ કરી શકો છો.

English summary
how many types of education loan and how to take know all the details
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X