For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Loan પૂરી થઈ ગઈ, પણ બેન્કે તમને આ દસ્તાવેજ આપ્યા કે નહીં?

ઘર લેવું હોય કે કાર, કે પછી કોઈ મોટો ખર્ચ કરવાનો હોય, આપણે લોન લઈને જરૂરિયાતો પૂરી કરીએ છીએ. આપણે લોન લઈને ધ્યાનથી તેના હપતા ભરી દઈએ છીએ.

|
Google Oneindia Gujarati News

ઘર લેવું હોય કે કાર, કે પછી કોઈ મોટો ખર્ચ કરવાનો હોય, આપણે લોન લઈને જરૂરિયાતો પૂરી કરીએ છીએ. આપણે લોન લઈને ધ્યાનથી તેના હપતા ભરી દઈએ છીએ. લોન ચૂકવ્યા બાદ રાહતનો શ્વાસ લઈએ છીએ કે હાશ, જવાબદારી પૂરી થઈ ગઈ. પરંતુ તમારે નો ડ્યુ સર્ટિફિકેટ લેવું જરૂીર છે. જો તમારી પાસે આ સર્ટિફિકેટ નહીં હોય તો ફરીથી લોન લેતી વખતે તમે એ વાત સાબિત નહીં કરી શકો કે તમે પાછલી લોન ચૂકવી દીધી છે.

જી હાં, લોન પૂરી થયા બાદ બેન્ક કે લોન આપનાર કંપની નો ડ્યૂ ક્લોઝ લેટર આપે છે. આ સર્ટિફિકેટ કે લેટર એ વાતનો પુરાવો છે કે તમે લોન પૂરી કરી ચૂક્યા છો. કેટલીક બેન્ક NDCની સાથે સાથે સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટ પણ જાહેર કરે છે. ગ્રાહકોએ બેન્કના આ દસ્તાવેજ સાચવીને રાખવા જોઈે. બાદમાં જો લોન મામલે ક્રેડિટ સ્કોરમાં કંઈ ગરબડ થાય તો આ પ્રકારના સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટ મદદગાર સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: Mutual Fund: જાણો કેમ ચૂંટણી પહેલા માર્ચમાં બમણું થયું રોકાણ

નો ડ્યૂ સર્ટિફિકેટ ન મળે તો શું કરશો.

નો ડ્યૂ સર્ટિફિકેટ ન મળે તો શું કરશો.

જો તમે લોન સમયમર્યાદા કરતા પહેલા રોકડેથી ચૂકવી દો છો તો લોન પૂરી થયા બાદ બેન્ક તમને તરત જ NDC આપી દે છે. જો તમે ચેક દ્વારા લોન પ્રિપેમેન્ટ કરશો કે તમામ EMI ચૂકવી દેશો તો લોન જાતે જ બંધ થઈ જાય છે. બેન્ક લોન લેનાર વ્યક્તિને પત્ર લખીને જાણ કરે છે કે તમારા ઓરિજિનલ દસ્તાવેજ બેન્કમાંથી લઈ જાવ. જો આવો પત્ર લોન લેનાર વ્યક્તિને ન મળે તો તેણે ફાઈનાન્સરનો સંપર્ક કરવો જોઈે. સાથે જ જો બેન્કે આપેલી NDS ખોવાઈ જાય તો બેન્કમાં વાત કરીને તેની ડુપ્લીકેટ કૉપી લઈ લેવી જોઈએ.

લોન અગેઈન્સ્ટ પ્રોપર્ટી

લોન અગેઈન્સ્ટ પ્રોપર્ટી

પ્રોપર્ટી પર લોન લેવાની પ્રક્રિયા હોમ લોન જેવી જ હોય છે. પ્રોપર્ટી પર લોન લેવામાં માલિકીનો હક લોન લેનાર વ્યક્તિનો જ રહે છે. બેન્ક પાસે માત્ર એટલો હક હોય છે કે લોન લેનાર વ્યક્તિ ડિફોલ્ટર થાય તો પ્રોપર્ટી જપ્ત કરી શકે.

કાર લોન

કાર લોન

લોન લઈને ખરીદાયેલી કારનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ બેન્કના નામ પર હોય છે. જો લોન ચૂકવી દેવામાં આવે તો આરસીને ખરીદનાર વ્યક્તિના નામે કરવા માટે આરટીઓનો સંપર્ક કરવો પડે છે. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને ઈન્સયોરન્સ પોલિસી માટે અરજી કરવા માટે બેન્કે આપેલો ક્લોઝર રિપોર્ટ અને અરજી પત્ર જરૂરી હોય છે.

પર્સનલ, ક્રેડિટ કાર્ડ કે બીજા પ્રકારની લોન

પર્સનલ, ક્રેડિટ કાર્ડ કે બીજા પ્રકારની લોન

આ રીતની લોનમાં ક્લોઝર લેટર મળ્યા બાદ જ પૂરી થયેલી મનાય છે. લોન લીધા બાદ તમારે ક્રેડિટ સ્કોર ચેક કરવો જોઈએ. આમ તો આ જરૂરી નથી. પરંતુ લોન પૂરી થયા બાદ બેન્ક સિબિલ સ્કોર માગી શકે છે. બેન્ક આ માટે 30 દિવસનો સમય લે છે. જ્યારે બેન્ક આ માહિતી આપે કે તમારો સિબિલ સ્કોર અપડેટ થયો છે, ત્યારે તમે અપડેટેડ સ્કોર મેળવી શકો છો.

English summary
the loan was completed but did the bank give you these document
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X