For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ફરવા આવતા ભારતીયો કેટલું સોનુ લાવી શકે?

|
Google Oneindia Gujarati News

જો આપ ભારતીય પાસપોર્ટ ધરાવતા હોવ તો આપ નિર્ધારિત કરેલી મર્યાદામાં સોનુ ભારત લાવી શકો છો. તેમાં સોનાના ઘરેણાનો પણ સમાવેશ થાય છે. ભારતીય તરીકે ભારતમાં સોનુ લાવવાની મુક્તિ મર્યાદા આ મુજબ છે...

1. ભારતમાં સોનાના દાગીના સહિત સોનાના આયાતની વ્યક્તિગત મર્યાદા 10 કિલોની છે. બીજી તરફ ચાંદી લાવવાની મર્યાદા 100 કિલો છે.

અહીં એક બાબત યાદ રાખવાની જરૂર છે કે આ આયાત ઇમ્પોર્ટ ડ્યુટી ફ્રી નથી. તમારે તેના માટે ડ્યુટી તો ચૂકવવી જ પડે છે. વર્તમાન સમયમાં આયાત કરવામાં આવેલા સોનાના કુલ મૂલ્યના 10 ટકા ડ્યુટી લાગે છે. આ ઉપરાંત તેના પર સેસ લાગે છે.

gold-1

2. બીજું માપદંડ ભારતમાં આપ કેટલા દિવસ રહેવાના છો તેના પર આધાર રાખે છે. જો આપ ભારતમાં 6 મહિનાથી ઓછા સમય માટે રહેવાના હોવ તો આપને ઉપરોક્ત ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી નથી.

3. અહીં નોંધનીય બાબત એ છે કે આપની જ્વેલરી કિંમતી હીરા જડિત છે તો આપ આવી આયાત કરી શકશો નહીં. સોનુ ધાતુના સ્વરૂપમાં જ હોવું જોઇએ.

4. આપ સોનુ આપની સાથે પણ લાવી શકો છો અથવા ભારતમાં આપનવા આગમનના 15 દિવસમાં પણ લાવી શકો છો.

ભારતમાં આયાત કરેલા સોના પર ચૂકવવી પડતી ઇમ્પોર્ટ ડ્યુટી
પહેલાના સમયમાં આયાત કરેલા સોનાના સિક્કા, બાર પર પ્રતિ 10 ગ્રામ 300 રૂપિયા ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી હતી. આ ઉપરાંત તેના પર 3 ટકા સેસ પણ લાગતી હતી. વર્તમાન સમયમાં પણ તેમાં કોઇ ફેરફાર થયો નથી. હવે સોનાના મૂલ્ય પર 10 ટકા ફ્લેટ ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે. આ ફેરફાર સરકારી ખાઘને ઘટાડવા માટે કરવામાં આવ્યો છે. જેના કારણે સોનાની આયાતને પ્રોત્સાહન મળતું નથી. તેના કારણે ભારતનું ફોરેક્સ રિઝર્વ બચે છે.

તારણ :
ભારતમાં સોનાની આયાત કરતા પહેલા તેની તમામ શરતો અને નિયમોનો અભ્યાસ કરવો જરૂરી છે. સમયાંતરે તેમાં ફેરફાર થતો રહે છે. આ ફેરફાર અર્થતંત્રની જરૂરિયાત, વિદેશી હુંડિયામણની જરૂરિયાત, ખાધ વગેરેના ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.

English summary
How Much Gold Can Indians Travelling to India Bring?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X