For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમે જાણો છો કે કોરોના દર્દીઓના ઈલાજ પર રોજ કેટલો ખર્ચ કરે છે સરકાર?

શું તમે જાણો છો કે કોરોના દર્દીના ઈલાજ માટે સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

કોરોના સંક્રમણના કેસ ભારતમાં ઝડપથી વધી રહ્યા છે. લેટેસ્ટ આંકડાઓ મુજબ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 20 હજારને પાર કરી ચૂકી છે. સરકાર કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા માટે દરેક સંભવ કોશિશ કરવા જઈ રહી છે. દેશભરમાં લૉકડાઉન કરવામાં આવ્યુ છે. લૉકડાઉનના કારણે દેશના રોજના કરોડોનુ આર્થિક નુકશાન થઈ રહ્યુ છે પરંતુ કોરોના સંક્રમણને રોકવા માટે લૉકડાઉન 3 મે સુધી લંબાવવામાં આવ્યુ છે. શું તમે જાણો છો કે કોરોના દર્દીના ઈલાજ માટે સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવી રહ્યો છે.

80 ટકા દર્દીઓનો ઈલાજ સરકારી હોસ્પિટલમાં

80 ટકા દર્દીઓનો ઈલાજ સરકારી હોસ્પિટલમાં

હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ ભારતમાં કોરોના સંક્રમિત લગભગ 80 ટકા દર્દીઓનો ઈલાજ સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવી રહ્યો છે. કોરોના જેવી ખતરનાક બિમારીના ઈલાજ માટે રોજ લાખોને ખર્ચ થઈ રહ્યો છે. એવામાં એ જાણવુ પણ જરૂરી છે કે કોરોના દર્દીના ઈલાજમાં સરકાર રોજ કેટલો ખર્ચ કરી રહી છે. દર્દીના ટેસ્ટથી લઈને તેમના ઈલાજ, દવા, ખાવા-પીવા, આઈસોલેશન પર કેટલો ખર્ચ કરે છે.

કોરોના દર્દીઓના ઈલાજ પર કેટલો ખર્ચ

કોરોના દર્દીઓના ઈલાજ પર કેટલો ખર્ચ

કોરોનાના એક દર્દીના ઈલાજ પર કેટલો ખર્ચ આવશે એ દર્દીમાં સંક્રમણની સ્થિતિ પર નિર્ભર કરે છે. જેમ કે દર્દીને કોઈ બીજી બિમારી છે, તેમની ઉંમર શું છે, તેમનુ સંક્રમણ ક્યાં સુધી પહોંચ્યુ છે વગેરે. જો આ બધી વાતોને સાઈડમાં મૂકીને એક સામાન્ય વ્યક્તિમાં કોરોના સંક્રમણ હોવા પર ઈલાજના ખર્ચ વિશે જાણીએ તો તે લગભગ 20થી 25 હજાર વચ્ચે થાય છે. તિરુવનંતપુરમ મેડીકલ કૉલેજ હોસ્પિટલના એખ સીનિયર ડૉક્ટરના જણાવ્યા મુજબ જો કોરોનાનો સામાન્ય દર્દી હોય, જેને ન તો વેંટીલેટર પર રાખવાની જરૂર હોય અને ના તેમને જીવનરક્ષક ઉપકરણની જરીર છે તો તેના ઈલાજ પર રોજ 20થી 25 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે.

14 દિવસના ઈલાજમાં 3.5 લાખ સુધીનો ખર્ચ

14 દિવસના ઈલાજમાં 3.5 લાખ સુધીનો ખર્ચ

કોરોના દર્દીઓનો ઈલાજ કમસે કમ 14 દિવસો સુધી ચાલે છે. એવામાં જો સરેરાશ 14 દિવસોના હિસાબે આ ખર્ચને કેલક્યુલેટ કરીએ તો આ લગભગ 3.5 લાખ રૂપિયા સુધી થાય છે. કોરોના દર્દીઓના ત્રણથી પાંચ કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે. ઘણા દર્દીઓને 8થી 10 વાર સુધી ટેસ્ટ કરવા પડે છે.

કોરોના સ્વેબ ટેસ્ટનો ખર્ચ

કોરોના સ્વેબ ટેસ્ટનો ખર્ચ

જો કોરોનાના સંક્રમિત વ્યક્તિ સ્વેબ ટેસ્ટના ખર્ચની વાત કરીએ તો એક ટેસ્ટનો ખર્ચ 4500 રૂપિયા આસપાસ છે. આ રકમ પ્રાઈવેટ લેબ માટે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા નક્કી કરવામાં આવી છે. કોરોના ટેસ્ટ માટે ઉપયોગમાં લેવાતી ટેસ્ટ કિટની કિંમત 3000 રૂપિયા છે. આમાં જો સંક્રમિત વ્યક્તિને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ સુધી લાવવાનો ખર્ચ, આઈસોલેશન વૉર્ડમાં રાખવાનો ખર્ચ વગેરેઉમેરવામાં આવે તો આ વધી જાય છે.

કોરોના દર્દી પર દવાનો ખર્ચ

કોરોના દર્દી પર દવાનો ખર્ચ

જો કોરોના દર્દીને વેંટીલેટર પર રાખવા પડે તો રોજના 25થી 30 હજારનો ખર્ચ વધી જાય છે. વળી, કોરોના દર્દીનો ઈલાજ કરી રહેલા ડૉક્ટરો અને નર્સો માટે પીપીઈ કિટ્સ અતિ આવશ્યક છે. જે કમસે કમ 1000થી 1500 રૂપિયા સુધી આવે છે. આ ઉપરાંત કોરોના દર્દીઓ માટે મેડીસીનનો ખર્ચ સરેરાશ 500 રૂપિયાથી 1000 રૂપિયા સુધી આવે છે.

આ પણ વાંચોઃ આરોગ્યકર્મીઓ પર હુમલો કરવો પડશે ભારે, વટહુકમને રાષ્ટ્રપતિની મંજૂરીઆ પણ વાંચોઃ આરોગ્યકર્મીઓ પર હુમલો કરવો પડશે ભારે, વટહુકમને રાષ્ટ્રપતિની મંજૂરી

English summary
How much it cost to break a coronavirus patients in india here is break up
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X