For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPO માટે છુટક રોકાણકાર કેટલા શેર ખરીદી શકે?

|
Google Oneindia Gujarati News

એક છુટક રોકાણકાર વ્યક્તિગત રીતે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે IPOમાં રૂપિયા 2 લાખના કુલ મૂલ્યથી વધારે રોકાણ કરી શકતો નથી.

આ બાબતનો સીધો અર્થ એ થયો કે આપે એટલા જ શેર ખરીદવા જેનું કુલ મૂલ્ય રૂપિયા 2 લાખથી વધારે થતું ના હોય. જો આપ આ રકમથી ઓછી રકમના શેર્સ માટે અરજી કરશો તો આપ નોન ઇન્સ્ટિટ્યુશનલ બિડર તરીકે ગણાશો.

ipo-2

વાસ્તવમાં નોન ઇન્સ્ટિટ્યુશનલ બિડર્સને માટે બુક બિલ્ડ આઇપીઓમાં 15 ટકા ફાળવણી કરવામાં આવેલી હોય છે. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બિડર્સમાં એલઆઇસી, યુટીઆઇ વગેરેનો સમાવેશ થાય છે. જેઓ આઇપીઓમાં મોટી રકમનું રોકાણ કરે છે. કોઇ પણ આઇપીઓની 50 ટકા રકમ આ પ્રકારના ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ માટે રોકવામાં આવે છે.

પાન નંબર જરૂરી
કોઇ પણ છુટક રોકાણકારે આઇપીઓ ખરીદતા સમયે તેમનો પાન નંબર આપવો પડે છે. જો આપે ખોટો પાન નંબર આપ્યો હશે, અથવા પાન નંબર આપ્યો નહીં હોય તો આપની ફાળવણી રદ કરવામાં આવશે.

English summary
How much shares can a retail investor in India apply for in an IPO?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X