For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં માત્ર એક મિસ કોલ મારીને જાણી શકાય છે બેંક બેલેન્સ

|
Google Oneindia Gujarati News

આપ જાણો છો તેમ 1 ડિસેમ્બર, 2014થી એટીએમમાં મફત ટ્રાન્ઝેક્શન મર્યાદિત કરી દેવામાં આવ્યું છે. જો આપ આપની બેંકના જ એટીએમમાં મહિનામાં 5 વારથી વધારે વખત ટ્રાન્ઝેક્શન કરશો તો આપે દર વખતે નિશ્ચિત કરેલો ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ બેંકમાંથી પૈસા ઉપાડવાથી લઇને માત્ર બેલેન્સ ચેક કરવા માટે પણ લાગશે.

હવે અમે આપના લાભમાં છે એવી વાત જણાવી રહ્યા છીએ. હવે આપે આપનું બેંક એકાઉન્ટ બેલેન્સ જાણવા માટે બેંકના એટીએમમાં જવું નહીં પડે. આમ કરીને આપ આપના ટ્રાન્ઝેક્શનના પૈસા બચાવી શકશો. આ માટે આપે ઇન્ટરનેટ બેંકિગ કે ફોન બેંકિંગમાં લોગ ઇન કરવાની પણ જરૂર નથી. આ માટે આપે માત્ર એક મિસ કોલ કરવાનો રહેશે.

જી હા, અહીં અમે આપની સમક્ષ કેટલીક અગ્રણી બેંકોના ફોન નંબરની યાદી આપી રહ્યા છીએ. જો આપનું બેંક એકાઉન્ટ નીચે આપેલી બેંકમાંથી કોઇ એકમાં હોય તો તેની સામે આપેલા નંબર પર મિસકોલ કરવાનો રહેશે.

missed-call-1

મિસકોલ આપ્યા બાદ થોડી જ વારમાં આપની પાસે બેંકમાંથી એક એસએમએસ આવી જશે. આ એસએમએસમાં આપનું બેંક બેલેન્સ લખ્યું હશે. ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે આપ જે મોબાઇલથી મિસ કોલ કરતા હોવ તે નંબર બેંકમાં રજિસ્ટર્ડ હોવો જરૂરી છે.

એક્સિસ બેંક - 09225892258
આંધ્ર બેંક - 09223011300
અલ્હાબાદ બેંક - 09224150150
બેંક ઓફ બરોડા - 09223011311
ભારતીય મહિલા બેંક -09212438888
ધનલક્ષ્મી બેંક - 08067747700
આઇડીબીઆઇ બેંક - 09212993399
કેટક મહિન્દ્રા બેંક - 18002740110
સિંડિકેટ બેંક - 09664552255
પંજાબ નેશનલ બેંક - 18001802222
આઇસીઆઇસીઆઇ બેંક- 02230256767
એચડીએફસી બેંક - 18002703333
બેંક ઓફ ઇન્ડિયા - 02233598548
કેનેરા બેંક - 09289292892
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા - 09222250000
કર્ણાટક બેંક -18004251445
ઇન્ડિયન બેંક - 09289592895
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા - 1800112211 અને
18004253800 (આ નંબરમાં આપને આઇવીઆર મારફતે બેલેન્સ બતાવવામાં આવશે.)
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા - 09223009292
યુકો બેંક - 09278792787
વિજયા બેંક - 18002665555
યસ બેંક - 09840909000

ખાસ નોંધ : જો આપનો મોબાઇલ કોઇ એવી વ્યક્તિ માંગે છે જેને ખબર છે કે આપનું ખાતુ કઇ બેંકમાં છે, તો તે આપના મોબાઇલથી મિસ કોલ મારીને આપનું બેંક બેલેન્સ જાણી શકે છે. આવી વ્યક્તિઓને આપનો મોબાઇલ આપતા સમયે સાવધ રહો. જો આપ આ આર્ટિકલ આપના મિત્રો સાથે શેર કરવા માંગો છો તો ઉપર સોશિયલ મીડિયા બટન પર ક્લિક કરો અને શેર કરો.

English summary
Now you can know your bank account balance by giving just a slight missed call to the given respective Phone numbers. Don't waste your ATM transactions just to see your balance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X