UID અને આધાર માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ આવી રીતે બૂક કરો

ભારત સરકારે આધાર અને યુઆઇડી (Aadhaar/UIDAI)ની યોજના લોન્ચ કરી છે. જેમાં દરેક વ્યક્તિને 12 આંકડાનો યુનિક નંબર આપવામાં આવે છે. આ નંબરને આધારે આપની તમામ ડેમોગ્રાફિક, ઇન્ફોગ્રાફિક, ફિંગર પ્રિન્ટ્સ વગેરે માહિતી મળી જાય છે.આધાર કાર્ડનો ઉપયોગ આપના આઇડેન્ટિટિ પ્રુફ તરીકે અને અન્ય હેતુઓ માટે થાય છે.

આધાર કાર્ડ માટે અરજી કરનાર ભારતનો રહેવાસી હોવો જરૂરી છે. અરજી કરવા માટે આધાર એપ્લિકેશન ફોર્મ, રહેઠાણનો પુરાવો, ઓળખનો પુરાવો વગેરે દસ્તાવેજોની જરૂર રહે છે.

aadhar-card-1

આ માટે આગોતરી એપોઇન્ટમેન્ટ લેવી વધારે સારી માનવામાં આવે છે. કારણ કે એપોઇન્ટમેન્ટ લેનારને અગ્રીમતા આપવામાં આવે છે. આ માટે વ્યક્તિ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇ શકે છે. અપોઇન્ટમેન્ટ મેળવવા માટે તમારા નજીકના સેન્ટરનો આગ્રહ રાખવો જોઇએ.

આધાર માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ કેવી રીતે લેવી?
વર્તમાન સમયમાં આધાર માટેની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ ટ્રાયલ બેઝ પર છે. આ સુવિધા કેટલાક ખાસ સેન્ટર્સમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ માટે આપે UIDAIની વેબસાઇટ પર જઇને ઓનલાઇન એપ્લિકેશન માટે માંગેલી તમામ વિગતો પૂરી પાડવાની રહેશે.

આ ઉપરાંત વ્યક્તિ મુખ્ય અરજદારની સાથે કુટુંબીજનો માટે પણ એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકે છે. જો કે આ એપોઇન્ટમેન્ટ 4 સભ્યો સુધી જ મળશે. આ ઉપરાંત તેમાં એપોઇન્ટમેન્ટનો સમય અને તારીખ બદલવાની તથા તેને કેન્સલ કરાવવાની પણ સુવિધા છે. આમ કરવા માટે વ્યક્તિ પાસે પહેલા આપવામાં આવેલો ટોકન નંબર હોવો જરૂરી છે.

નોંધનીય બાબત છે કે આ માત્ર એપોઇન્ટમેન્ટની પ્રક્રિયા છે. આ ઉપરાંત વાસ્તવમાં નોંધણી પ્રક્રિયા, શારીરિક હાજરી પણ ખાસ જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X