તમારું પણ SBI માં ખાતું છે, તો આ સમાચાર જરૂર વાંચો, નિયમો બદલાયા છે

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) એ બચત ખાતામાં પૈસા રાખવાના નિયમો બદલ્યા છે. આવામાં એસબીઆઈના ખાતા ધારકો માટે જરૂરી છે કે તે નવા નિયમો સારી રીતે સમજી લે

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) એ બચત ખાતામાં પૈસા રાખવાના નિયમો બદલ્યા છે. આવામાં એસબીઆઈના ખાતા ધારકો માટે જરૂરી છે કે તે નવા નિયમો સારી રીતે સમજી લે જેથી ભવિષ્યમાં તેમને કોઈ પ્રકારની અસુવિધા ન આવે. આ ફેરફારો એકાઉન્ટના ન્યૂનતમ જરૂરી બેલેન્સ સાથે જોડાયેલા છે.

આ પણ વાંચો: Alert! હવે આ નવી રીતે તમારા બેંક એકાઉન્ટમાંથી ચોરી થઈ રહી છે, જાણો

આવું થયું તો SBI ખાતા ધારકો પાસેથી દંડ વસૂલ કરશે

આવું થયું તો SBI ખાતા ધારકો પાસેથી દંડ વસૂલ કરશે

નવા નિયમો અનુસાર જો કોઈ ખાતામાં સરેરાશ બેંક બેલેન્સ જાળવી શકતા નથી, તો બેંક તેના પર દંડ લાદશે. નોંધપાત્ર રીતે એસબીઆઇએ એકાઉન્ટ્સમાં લઘુતમ બેલેન્સને લઈને દંડ હેઠળ કરોડો રૂપિયાની કમાણી કરી છે. આ વખતે પણ એસબીઆઈએ તેના ખાતાધારકોને તેમનું સરેરાશ માસિક બેલેન્સ જાળવી રાખવા માટે કહ્યું છે. નહિંતર તેઓને દંડ ચૂકવવો પડશે. જો કે લઘુતમ બેલેન્સ સંબંધિત દરેક એકાઉન્ટ માટે જુદા જુદા નિયમો છે. પરંતુ સામાન્ય રીતે 5 થી 15 રૂપિયાનો દંડ લગાવામાં આવે છે.

કયા ખાતા માટે કેટલું છે સરેરાશ માસિક બેલેન્સ

કયા ખાતા માટે કેટલું છે સરેરાશ માસિક બેલેન્સ

એસબીઆઇએ તેની શાખાને ચાર પ્રકારોમાં વહેંચી છે - મેટ્રો (Metro), શહેરી (Urban), અર્ધ શહેરી (Semi Urban) અને ગ્રામીણ (Rural). આ બેંકોમાં લઘુતમ બેલેન્સ 1000 રૂપિયાથી 3000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

કઈ બેંક માટે કેટલું લઘુત્તમ બેલેન્સ હોવું ફરજિયાત છે

કઈ બેંક માટે કેટલું લઘુત્તમ બેલેન્સ હોવું ફરજિયાત છે

એસબીઆઈએ મેટ્રો શાખાના ખાતામાં 3000 રૂપિયાની લઘુતમ રકમ રાખવાનું નક્કી કર્યું છે. એ જ રીતે, શહેરી અને અર્ધ શહેરી શાખાઓ માટે પણ 3000 રૂપિયા અને ગ્રામીણ બેંકો માટે 1000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જો મિનિમમ બેલેન્સ ઓછું થવા પર ખાતાધારકને દંડ સાથે જીએસટી પણ આપવું પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X