Paytm નું FasTag વાપરી રહ્યા છો તો ચિંતા કરવાની જરૂર નથી, બસ કરી લો કામ
પેટીએમ વિરૂદ્ધ આરબીઆઈની કાર્યવાહી બાદથી પેટીએમના ગ્રાહકોમાં ચિંતાનો માહોલ છે. પેટીએમ સંચાલિત ફાસ્ટેગ વાપરી રહેલા લોકોમાં વિવિધ પ્રકારની અટકળો ચાલી રહી છે.
પેટીએમ પેમેન્ટ બેંક હવે ફાસ્ટેગ જારી કરવા માટે અધિકૃત બેંક નથી. NHAIના આ નિર્ણયથી 2 કરોડ યુઝર્સને અસર થશે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ફાસ્ટેગ યુઝર્સ માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. આમાં 32 બેંકોની યાદી બહાર પાડવામાં આવી છે, જ્યાંથી યુઝર્સ પોતાના માટે ફાસ્ટેગ ખરીદી શકે છે. પેટીએમનું નામ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું છે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખવામાં આવેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ફાસ્ટેગ સાથે કોઈપણ મુશ્કેલી વિના મુસાફરી કરો. તમારો ફાસ્ટેગ નીચે દર્શાવેલ બેંકોમાંથી જ ખરીદો.
આ યાદીમાં 32 બેંકોના નામ બહાર પાડવામાં આવ્યા છે. RBIએ Paytm Fastag અંગે કહ્યું છે કે 29 ફેબ્રુઆરી પછી તેનો ઉપયોગ કરી શકાશે નહીં.
જો તમારી પાસે Paytm ફાસ્ટેગ છે તો તમે 29 ફેબ્રુઆરી સુધી તેનો ઉપયોગ કરી શકો છો. આ પછી તમારું ફાસ્ટેગ નિષ્ક્રિય થઈ જશે. જે પછી તમારે બીજું ફાસ્ટેગ ખરીદવું પડશે. હવે જો તમે આ ફાસ્ટેગને બંધ કરવા માંગતા નથી તો અમે તમારા માટે એક ઉપાય લઈને આવ્યા છીએ. વપરાશકર્તાઓ તેમના Paytm ફાસ્ટેગને બંધ કરે તે પહેલાં તેને પોર્ટ કરી શકે છે.
FASTag પોર્ટ કરી શકાય?
હા, જો યુઝર્સ ઈચ્છે તો તેઓ તેમના ફાસ્ટેગને પોર્ટ કરી શકે છે અને તેને નિષ્ક્રિય પણ કરી શકે છે. જો તમારું ફાસ્ટેગ Paytm પેમેન્ટ્સ બેંકમાં છે તો તમે તેને નિષ્ક્રિય કરી શકો છો અને તેને પોર્ટ પણ કરી શકો છો.
આ રીતે FASTag પોર્ટ કરો
- Paytm થી FASTag પોર્ટ કરવા અથવા ટ્રાન્સફર કરવા તમે જે બેંકમાં તમારૂ FASTag ટ્રાન્સફર કરી રહ્યાં છો તેના કસ્ટમર કેરને કૉલ કરો.
- તેમને કહો કે તમે સ્વિચ કરવા માંગો છો.
- જરૂરી માહિતી પ્રદાન કરો અને પોર્ટિંગ કરવામાં આવશે.
- પોર્ટ દરમિયાન યુઝર્સના સેવિંગ એકાઉન્ટ્સ, વોલેટ્સ, ફાસ્ટેગ અને NCMC એકાઉન્ટમાં જમા રકમ પર કોઈ અસર થશે નહીં.












Click it and Unblock the Notifications
