For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IGLએ CNG-PNGના ભાવમાં કર્યુ વધારાનુ એલાન, જાણો કેટલુ થયુ મોંઘુ

હવે ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે રાંધણ ગેસના ભાવ વધારી દીધા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મોંઘવારીની માર સામાન્ય જનતા પર સતત વધી રહી છે. જે રીતે પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગી તેનાથી લોકોના ખિસ્સા પર ભારે દબાણ થયુ. હવે ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે સીએનજી અને ઘરેલુ પીએનજીના ભાવ વધારી દીધા છે. આઈજીએલે ડોમેસ્ટીક પાઈપ્લ નેચરલ ગેસના ભાવમાં 4.25 રૂપિયા પ્રતિ એસસીએમનો વધારો કર્યો છે. આઈજીએલ તરફથી કરવામાં આવેલ વધારો આજથી લાગુ થઈ ગયો છે. ત્યારબાદ દિલ્લીમાં પીએનજીના ભાવ 45.86 રૂપિયા પ્રતિ એસસીએમ થઈ ગયા છે. વળી, સીએનજીના ભાવમાં 2.5 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ દિલ્લીમાં સીએનજીના ભાવ 71.61 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયા છે.

png

વધેલી કિંમતો આજે સવારથી લાગુ થઈ ગઈ છે. વધારા બાદ ગુરુગ્રામમાં પીએનજીના ભાવ 44.06 રૂપિયા પ્રતિ એસસીએમ થઈ ગયા છે જ્યારે નોઈડામામં 45.96 રૂપિયા પ્રતિ એસસીએમ થઈ ગયા છે. કર્નાલ રેવાડીમાં 44.67 રૂપિયા, મુઝફ્ફરનગર, મેરઠ, શામલીમાં 49.67 રૂપિયા, અજમેર, પાલી, રાજસ્થાનમાં 51.28 રૂપિયા, કાનપુર, હમીરપુર, ફતેહપુરમાં 48.60 રૂપિયા પ્રતિ એસસીએમ થઈ ગયા છે.

અલગ-અલગ શહેરોમાં સીએનજીના ભાવ

નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદમાં સીએનજીના ભાવ 74.17 રૂપિયા પ્રતિ કિલો, ગુરુગ્રામમાં 79.94 રુપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. મુઝફ્ફરનગર, મેરઠ, શામલીમાં 78.84 રૂપિયા પ્રતિ કિલો, રેવાડીમાં 82.07 રુપિયા, કર્નાલ અને કેથલમાં 80.27 રુપિયા પ્રતિ કિલો, કાનપુર, હમીરપુર. ફતેહપુરમાં 83.40 રૂપિયા પ્રતિ કિલો, અજમેર, પાલીમાં 81.88 રુપિયા પ્રતિ કિલોગ્રામ સુધી ભાવ પહોંચી ગયા છે.

આ પહેલા 1 એપ્રિલે પીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. એ વખતે 16.5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. એ વખતે કંપની તરફથી કહેવામાં આવ્યુ હતુ કે પીએનજીના ભાવમાં 5.85 રૂપિયા પ્રતિ એસસીએમનો વધારો કરવામાં આવી રહ્યો છે કે જે 1 એપ્રિલ, 2022થી લાગુ થઈ જશે. આ પહેલા 1 માર્ચે પણ પીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. એ વખતે પીએનજીના ભાવમાં 1 રૂપિયા પ્રતિ એસસીએમનો વધારો કરવામાં આવ્યો હતો.

English summary
IGL increases prices of ણCNG-PNG here are the new rates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X