IMFએ ભારતના વૃધ્ધિ દરની ધારણા ઘટાડી 4.9 ટકા કરી

આ અંગે આઇએમએફ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો અમેરિકાએ પોતાની રાજકોષીય ખાધને નિયંત્રિક ના કરી અને યુરોઝોન સંકટ વધશે તો એશિયામાં પણ તેની અસર પડશે.
આઇએમએફ અને વર્લ્ડ બેંક વચ્ચે વર્ષ 2012ની વાર્ષિક બેઠક યોજાય એ પહેલા આઇએમએફ દ્વારા ટોકિયોમાં જાહેર કરવામાં આવેલા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકમાં તેણે જણાવ્યું છે કે વિકાસશીલ અર્થતંત્રો આ વર્ષે અંદાજે 1.3 ટકાનો વૃધ્ધિદર પ્રાપ્ત કરશે. જ્યારે વર્ષ 2010માં આ દર ત્રણ ટકાનો અને વર્ષ 2011માં આ દર 1.6 ટકા નો હતો.
વિકાસશીલ એશિયામાં વાસ્તવિક જીડીપી વિકાસદર વર્ષ 2012માં સરેરાશ 6.7 ટકા રહેશે અને વર્ષના બીજા ભાગમાં તે 7.25 ટકાના દરે વૃધ્ધિ પામે તેવી ધારણા છે. આમાં મુખ્ય ભૂમિકા ચીનની રહેશે. અહીં પબ્લિક સેક્ટરના પ્રોજેક્ટ્સમાં તેજી આવી શકે તેવી સંભાવના છે.












Click it and Unblock the Notifications
