Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઇન્કમટેક્સ વિભાગ 16,000 નવી ભરતી કરશે

income-tax-department-logo
નવી દિલ્હી, 15 માર્ચ : સરકારી નોકરીઓ મેળવવા માટે પ્રયત્ન કરી રહેલા યુવાનો માટે આજે સારા સમાચાર આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આવનારા સમયમાં ભારતનો ઇન્કમટેક્સ વિભાગ નવી ભરતી શરૂ કરશે. આવક વેરા વિભાગમાં અંદાજે 16,000 જેટલી ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ઉપરાંત જૂના કર્મચારીઓને બઢતી આપવામાં આવશે. આ માટે જરૂરી અને અનિવાર્ય કેડર રિસ્ટ્રક્ચરિંગના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મેળવવા માટે મોકલી આપવામાં આવશે. આ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી થયા પછી ભરતી કરવામાં આવશે.

આગામી સમયમાં ઇન્કમટેક્સ વિભાગ માનવબળ વધારવા માટેના પ્રયત્નો કરશે. આમ થવા પાછળનું કારણ નિષ્ણાતો સરકારની વધુમાં વધુ ટેક્સ મેળવવાના પ્રયત્નોને ગણાવે છે. વધુમાં વધુ ટેક્ષ વસૂલીમાં કરવા માટે સરકાર મોટા પાયે ટેક્ષ અધિકારીઓની ભરતી કરવા જઇ રહી છે. જેનાથી મેનપાવરની અછતથી ટેક્સની વસૂલાતમાં વિઘ્‍ન નડે નહીં. આ સાથે લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઇ રહેલા ટેક્ષ કર્મચારીઓની પણ મોટો લાભ મળવાનો છે. આ વખતે ટેક્ષ, ઇનકમ ટેક્ષ અને સર્વિસ ટેક્ષ ડિપાર્ટમેન્‍ટ પર સરકારનો ભાર રહેશે.

ઇન્કમ ટેક્સ વિભાગ જૂનિયર લેવલ એટલે કે ટેક્ષ આસિસ્‍ટન્‍ટ, સીનિયર ટેક્ષ આસિસ્‍ટન્‍ટ અને ટેક્ષ ઇન્‍સ્‍પેક્‍ટરની 5000થી વધુ નવી ભરતીઓ કરશે. જેમાં વાર્ષિક 220 નવી ભરતીઓ એક્‍સાઇઝ અને કસ્‍ટમ ડિપાર્ટમેન્‍ટની પણ સામેલ થઇ શકે છે. જેનો પગાર મહિને રૂપિયા 25,000થી 30,000 હશે. બીજી ખાલી પડેલી લગભગ 11,0000 વરિષ્‍ઠ જગ્‍યાઓને ભરવા માટે પ્રમોશનનો સહારો લેવામાં આવશે. આ ખાલી જગ્‍યાઓને ભરવા માટે કેડર રિસ્‍ટ્રક્‍ચરિંગ મહિનાભરમાં શક્‍ય બની શકે છે.

આ અંગે નાણા મંત્રાલય અને પર્સનેલ મંત્રાલય વચ્‍ચે ચર્ચા વિચારણા ચાલી રહી છે. જલ્‍દી આ પ્રસ્‍તાવને અંતિમ રૂપ આપવામાં આવશે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર એક મહિનામાં આ અંગે અંતિમ ફેંસલો લેવાશે. હકીકતમાં છેલ્લા દસ વર્ષમાં ટેક્ષ વસૂલી અને ટેક્‍સપેયર્સની સંખ્‍યા જેટલી વધી છે. તેની સરખામણીએ ટેક્ષ અધિકારીઓની સંખ્‍યામાં સામાન્‍ય વધારો થયો છે.

ઇનકમ ટેક્ષ ડિપાર્ટમેન્‍ટમાં 57,793 સ્‍ટાફની જરૂર છે, પરંતુ માત્ર 40,756 લોકો જ કામ કરી હ્યા છે. એટલે કે 17,000 લોકોની જરૂરત છે. જો ઇનડાયરેક્‍ટ ટેક્ષ ડિપાર્ટમેન્‍ટની વાત કરીએ તો તેમાં 18,738 જગ્‍યાઓ ખાલી છે. જોકે સરકાર આટલી બધી જગ્‍યાઓ એક સાથે ભરવાને બદલે જરૂરી ભરતી પહેલા શરૂ કરશે. જેથી સ્‍ટાફની અછત ટેક્ષ વસૂલીમાં વિઘ્‍ન ન બને.

આ ઉપરાંત આગામી 28 એપ્રિલના થનારી સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયાના પ્રોબેશનરી ઓફિસર્સ પરીક્ષા માટે 17 લાખથી વધુ અરજીઓ આવી છે. જ્‍યારે જગ્‍યાઓ માત્ર 1500 જ ભરવાની છે. સ્‍ટેટ બેંકનું માનવું છે કે હાલના દિવસોમાં આવેલી અરજીઓમાં આ સૌથી વધુ અરજીઓ છે. પ્રોબેશનરી ઓફિસરની પોસ્‍ટ માટે એસબીઆઇ મુંબઇમાં રૂપિયા 70,000 અને બીજા શહેરોમાં લગભગ રૂપિયા 50,000 માસિક વેતન આપે છે. આવતા એક વર્ષમાં પબ્‍લિક સેક્‍ટર બેંકોમાં લગભગ 60,000 નવી ભરતીઓ થવાની છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X