For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્યાં છે મંદી: એક કરોડ રૂપિયાથી વધુની આવક કરનારાઓ વધ્યા

એસેસમેંટ યર 2018-19માં કરોડપતિ કરદાતાઓની સંખ્યા 20% વધી 97,689 થઈ છે. મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આવકવેરા રીટર્ન ડેટા (આઈટીઆર) થી આ માહિતી મળી છે.

|
Google Oneindia Gujarati News

એસેસમેંટ યર 2018-19માં કરોડપતિ કરદાતાઓની સંખ્યા 20% વધી 97,689 થઈ છે. મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આવકવેરા રીટર્ન ડેટા (આઈટીઆર) થી આ માહિતી મળી છે. એસેસમેંટ યર 2017-18માં 1 કરોડ રૂપિયાથી વધુની કરપાત્ર આવક ધરાવતા કરદાતાઓની સંખ્યા 81,344 રહી છે.

સીબીડીટીએ ડેટા જાહેર કર્યા

સીબીડીટીએ ડેટા જાહેર કર્યા

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ નાણાકીય વર્ષ 2018-19 સુધી પ્રાપ્ત ડેટા અને એસેસમેંટ યર 2018-19 (નાણાકીય વર્ષ 2017-18) માટે નિયમિતપણે જાહેર કરેલા આવકના ડેટા જાહેર કર્યા છે. આ આંકડા કંપનીઓ, ફર્મો, હિન્દુ અવિભાજિત પરિવારો અને વ્યક્તિગત લોકોના આવક વિતરણની સૂચના આપવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે જો આમાં તમામ કરદાતાઓનો સમાવેશ કરવામાં આવે, તો 1 કરોડથી વધુ વાર્ષિક કરપાત્ર આવક ધરાવતા લોકોની સંખ્યા 1.67 લાખ છે. આ એસેસમેંટ યર 2017-18 કરતા 19 ટકા વધારે છે.

આ આંકડા છે

આ આંકડા છે

મળેલી માહિતી મુજબ 15 ઓગસ્ટ, 2019 સુધી કુલ 5.87 કરોડ આવકવેરા રીટર્ન દાખલ કરવામાં આવ્યા. 5.52 કરોડથી વધુ વ્યક્તિગત લોકો, 11.13 લાખ હિન્દુ અવિભાજિત પરિવારો, 12.69 લાખ કંપનીઓ અને 8.41 લાખ કંપનીઓએ રિટર્ન ફાઇલ કર્યું છે.

મંદી વચ્ચે આશ્ચર્યજનક આંકડા

મંદી વચ્ચે આશ્ચર્યજનક આંકડા

જો દેશ ખરેખર મંદીમાંથી પસાર થઈ રહ્યો છે તો આ આંકડા ચોંકાવનારા છે. કારણ કે મંદી દરમિયાન લોકોની ખરીદ ક્ષમતા ઓછી થાય છે, આવામાં ધંધો ઓછો થાય છે. ધંધો ઓછો હોય ત્યારે લોકો નોકરી ગુમાવે છે. એટલે કે, જો દેશમાં મંદી છે, તો ઉદ્યોગપતિની આવક પણ ઘટશે અને નોકરીયાત લોકોની પણ. તેથી આ આંકડા ચોંકાવનારા છે.

આ પણ વાંચો: 6 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યું ઈન્ડસ્ટ્રિયલ ઉત્પાદન, 1.1 ટકાનો ઘટાડો

English summary
Income tax payers are increasing in the country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X