Budget 2026 : બજેટમાં મહિલાઓને શું મળ્યુ? આ મોટી જાહેરાતો કરાઈ
કેન્દ્રિય બજેટ 2026 થી દેશની મહિલાઓને ઘણી અપેક્ષાઓ હતી. સરકારે મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાની પ્રાથમિકતા દર્શાવી છે.
આ માટે માતૃત્વ રજા, લોન સુવિધા, ઉજ્જવલા યોજના અને ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર જેવી અનેક પહેલો અમલમાં છે. બજેટ 2026 માં પણ આ બાબતનું વિશેષ ધ્યાન રખાયું છે.

બજેટમાં મહિલાઓને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો સ્થાપિત કરવા માટે 50,000 સુધીની પ્રારંભિક લોન ત્રણ શ્રેણીઓમાં મળશે. 'બેટી બચાવો, બેટી પઢાવો’ સહિત અન્ય સરકારી યોજનાઓ પણ ચાલુ છે.
મુદ્રા યોજનાના લગભગ 30% લાભાર્થીઓ મહિલાઓ છે. શિક્ષણ સ્તર વધારવા દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ ખોલવામાં આવશે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યું કે, સરકાર ભારતીય મહિલાઓને વૈશ્વિક નેતાઓ તરીકે રજૂ કરવા પ્રતિબદ્ધ છે. તેમણે 'લખપતિ દીદી’ કાર્યક્રમની સફળતાના આધારે તેના વિસ્તારની જાહેરાત કરી. આ યોજના ક્રેડિટ-લિન્ક્ડ આજીવિકા દ્વારા મહિલાઓને ઉદ્યોગસાહસિક બનવામાં મદદ કરે છે.
આ અંતર્ગત, ક્લસ્ટર-લેવલ ફેડરેશનમાં સામુદાયિક માલિકીના રિટેલ આઉટલેટ્સ સ્વરૂપે સેલ્ફ-હેલ્પ એન્ટરપ્રેન્યોર માર્ટ્સ સ્થાપિત થશે. આ માર્ટ્સને સુધારાત્મક અને નવીન ફાઇનાન્સિંગથી ટેકો અપાશે, જેનાથી મહિલાઓ ઉદ્યોગસાહસિકતામાં નોંધપાત્ર પ્રગતિ કરી શકશે.












Click it and Unblock the Notifications
