ભારત પાકિસ્તાનનમાં આટલી વસ્તુઓની નિકાસ કરે છે, જુઓ પુરુ લિસ્ટ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે મોટો સીમા વિવાદ હોય પરંતુ બન્ને દેશો વચ્ચે ઘણી વસ્તુઓની આજે પણ આયાત-નિકાસ થાય છે. ભારત પણ ઘણી વસ્તુઓ પાકિસ્તાન મોકલે છે.
વિવાદ બાદ ભારત સરકારે પાકિસ્તાન સાથે તમામ પ્રકારના વેપાર પર રોક લગાવી હતી. જો કે આ પછી આવશ્યક ચીજવસ્તુઓની લેવડ-દેવડ શરૂ થઈ છે. બન્ને દેશો વચ્ચે શાકભાજી સહિતની આવશ્યક ચીજવસ્તુઓની લેવડ-દેવડ હજુ ચાલુ છે.

પાકિસ્તાનની 25 કરોડથી વધુ વસ્તી હજુ પણ ઘણી બાબતોમાં ભારત પર નિર્ભર છે. અત્યંત નબળા દ્વિપક્ષીય સંબંધો છતાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આવશ્યક પાકોનો વેપાર થઈ રહ્યો છે. આ વેપાર માર્ગ 26 સપ્ટેમ્બર 2023 ના રોજ અમૃતસરમાં ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વમાં યોજાયેલી બેઠક પછી ખોલવામાં આવ્યો હતો.
અનાજની જરૂરિયાત ધરાવતા પાકિસ્તાન હજુ પણ કપાસ, ટામેટા, ડુંગળી અને તેલીબિયાં જેવા પાકો ભારતમાંથી લે છે. આ સાથે પાકિસ્તાન ભારત પાસેથી કાચી ખાંડ પણ લઈ રહ્યું છે. આ ઉપરાંત ચા પત્તી, કોફી અને મસાલા પણ ભારતથી પાકિસ્તાન મોકલવામાં આવે છે.
અહેવાલો અનુસાર, પાકિસ્તાન ભારતમાંથી કેરી, કેળા, જામફળ, નારંગી, દ્રાક્ષ, સફરજન, નાસપતી વગેરે જેવા તાજા ફળો ખરીદે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના વેપાર સંબંધો સુધારવા માટે આ પાકોની નિકાસને પ્રોત્સાહન આપી શકાય છે. તેનાથી બંને દેશોના ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે.
જણાવી દઈએ કે, કલમ 370 હટાવ્યા એપ્રિલ 2022 થી ડિસેમ્બર 2022 ની વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 1.35 બિલિયન ડોલરનો વેપાર થયો. દરેક વ્યક્તિ જાણે છે કે પાકિસ્તાનમાં ભારત સાથે વેપાર માર્ગો ખોલવાની માંગ જોર પકડી રહી છે.
કુદરતી અને રાજકીય સંજોગોને કારણે શાકભાજી અને ફળોના ભાવમાં તીવ્ર વધારો થયો છે અને દેશભરમાં હજારો એકરમાં પાક નાશ પામ્યો છે.












Click it and Unblock the Notifications
