સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ
ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. રિટેલ અને વાયદા બજાર બંનેમાં કિંમતો ગગડતા ખરીદદારો માટે સોનાની ખરીદીની આ ઉત્તમ તક ગણાઈ રહી છે.
વૈશ્વિક અસ્થિરતા અને શેરબજારમાં ચાલી રહેલા કડાકાની સીધી અસર કોમોડિટી માર્કેટ પર પડી છે. ખાસ કરીને પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે કિંમતી ધાતુઓના ભાવ પર જબરદસ્ત દબાણ જોવા મળ્યું છે.

વાયદા બજારમાં આજે સોનું અંદાજે 7 ટકા અને ચાંદી 9 ટકા જેટલી તૂટી છે. 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 1,34,681 અને એક કિલો ચાંદીનો ભાવ 2,06,000 ની સપાટીએ પહોંચ્યો છે.
ઓલટાઈમ હાઈની સરખામણીએ સોનામાં 46,000 થી વધુનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદી તેના ઉચ્ચતમ સ્તરથી 2.14 લાખ જેટલી સસ્તી થઈ ગઈ હોવાનું બજારના આંકડા દર્શાવે છે.
જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ 24 કેરેટ સોનું 12,077 ગગડીને 1,35,141 પર પહોંચ્યું છે. રિટેલ બજારમાં પણ ગ્રાહકોને અત્યારે મોટા ઘટાડાનો લાભ મળી રહ્યો છે તેમ કહી શકાય.
ચાંદીના રિટેલ ભાવમાં પણ પ્રતિ કિલોએ 30,864 નો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે. લગ્નસરાની સીઝન પહેલા ભાવમાં આવેલા આ ઘટાડાથી સામાન્ય જનતાને મોટી રાહત મળી શકે તેમ છે.
સોના-ચાંદીની સાથે શેરબજારમાં પણ આજે હાહાકાર મચેલો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1700 પોઈન્ટથી વધુ અને નિફ્ટીમાં પણ 570 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાતા રોકાણકારોમાં ચિંતા વધી છે.












Click it and Unblock the Notifications
