For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતે સોનામાં ઇમ્પોર્ટ ડ્યુટી વધારી : સોનુ મોંઘુ થશે

|
Google Oneindia Gujarati News

gold
નવી દિલ્હી, 6 જૂન : કેન્દ્ર સરકારે સોનાની ઇમ્પોર્ટ ડ્યુટી બે ટકા વધારીને 6થી 8 ટકા કરી દીધી છે. આ સાથે સરકારે પ્લેટિનમની પણ ઇમપોર્ટ ડ્યુટી બે ટકા વધારીને 6થી 8 ટકા કરી છે. સરકારે આ પગલું સોનાની આયાત પર નિયંત્રણ મૂકવા માટે ભર્યું છે. સોનાની સતત આયાતથી દેશના ચાલુ ખાતાની ખાધ વધી રહી છે. આ ખાધ વધતા વિદેશી મુદ્રા ભંડાર અને રૂપિયાના મૂલ્યને પણ અસર પહોંચી છે.

આ વધારો તત્કાળ અસરથી અમલી બનાવવામાં આવ્યો છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાની કિંમતો વધીને લગભગ 1400 ડોલર પ્રતિ ઔંસની કિંમતો પહોંચી ગઇ છે.

શેર બજારમાં પડેલા ગાબડાને પગલે એવી અટકળોની અસર પણ બજારો પર જોવા મળી રહી છે કે અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંક તેના આર્થિક પ્રોત્સાહન કાર્યક્રમ પર નિયંત્રણ મૂકવાની છે. બીજી તરફ વિશ્વના શેર બજારો છેલ્લા એક મહિનાની નીચી સપાટી પર ચાલી રહ્યા છે.

English summary
India increases gold import duty may cause Gold price hike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X