અરબપતિઓ મામલે ત્રીજા નંબરે ભારત, જાણો કેટલા અરબપતિઓ છે
ભારત માટે એક સારા સમાચાર છે. ભારતે જર્મની અને બ્રિટનને પાછળ છોડીને અરબપતિની લિસ્ટમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે.
ભારત માટે એક સારા સમાચાર છે. ભારતે જર્મની અને બ્રિટનને પાછળ છોડીને અરબપતિની લિસ્ટમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. જર્મનીથી ત્રીજું સ્થાન છીનવીને ભારતે આ ત્રીજું સ્થાન મેળવી લીધું છે. રિલાયન્સ ઇન્ડસ્ટરીના પ્રમુખ મુકેશ અંબાણી આખા વિશ્વમાં સૌથી ધની ભારતીય છે. હુરણ ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર અમીરોની લિસ્ટમાં ભારતનું સ્થાન ત્રીજું છે. આ લિસ્ટમાં ચીન અને અમેરિકા ભારત કરતા આગળ છે. ચીન પહેલા નંબરે છે જયારે અમેરિકા બીજા નંબરે છે.

લિસ્ટમાં ભારતના 131 અમીર શામિલ
હુરણ ગ્લોબલ રિચ લિસ્ટ 2018 માં ભારતના કુલ 131 અમીર વ્યક્તિઓ શામિલ કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં જો ભારતીય મૂળના વ્યક્તિઓને જોડવામાં આવે તો 170 લોકો છે. અમીરોની લિસ્ટમાં સૌથી ઉપર રિલાયન્સ ઇન્ડસ્ટરીના પ્રમુખ મુકેશ અંબાણી આવે છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 2.92 લાખ કરોડ રૂપિયા છે. વિશ્વના અમીરોમાં મુકેશ અંબાણી 19 માં સ્થાને છે. ત્યાં જ ભારતીય લિસ્ટમાં લક્ષ્મી મિત્તલ બીજા નંબરે છે અને સનફાર્મા પ્રમુખ દિલીપ સંઘવી ત્રીજા નંબરે છે.

નંબર વન પર ચીન
આ લિસ્ટ મુજબ સૌથી વધુ અમીર વ્યક્તિઓ ચીનમાં છે. લિસ્ટમાં ચીનના 819 અમીર શામિલ છે અને તેઓ પહેલા નંબરે છે ચીન પાસે કુલ 1 અરબ ડોલર સંપત્તિ છે.

બીજા નંબર પર અમેરિકા છે
લિસ્ટમાં અમેરિકાના 571 અરબપતિઓને શામિલ કરવામાં આવ્યા છે. ત્રીજા નંબર પર ભારત છે અને ચોથા અને પાંચમા નંબર પર યુકે અને જર્મની છે.

સૌથી વધુ અમીર કોણ?
જો વિશ્વના ટોપ અમીર વિશે વાત કરવામાં આવે તો સૌથી વધુ અમીર જેફ બેઝોર્સ છે. તેમની પાસે 7.99 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. ત્યાં જ વોરેન બફેટ બીજા નંબરે, બિલ ગેટ્સ ત્રીજા નંબરે, માર્ક ઝુકરબર્ગ ચોથા નંબરે છે.












Click it and Unblock the Notifications
