For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના 21 અબજોપતિ પાસે છે 70 કરોડ લોકો કરતા વધુ સંપત્તિ, રિપોર્ટમાં થયો ખુલાસો

વર્ષ 2020માં કોરોના રોગચાળો શરૂ થયો, ત્યારથી નવેમ્બર 2021 સુધી, જ્યાં મોટાભાગના ભારતીયોએ નોકરીની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને બચત બચાવવા માટે સંઘર્ષ કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

દુનિયામાં અમીર અને ગરીબીના તફાવતની ખાઇની વાતો લાંબા સમયથી થઇ રહી છે. જોકે, ભારત જેવા વિકાસશીલ દેશમાં આ તફાવત વધતો જઇ રહ્યો છે. ઓક્સફેમની વર્તમાન રિપોર્ટમાં આ સંબંધે ઘણા ખુલાસા થયા છે. આ રિપોર્ટ અનુસાર, ભારતના 21 સૌથી અમીર અબજોપતિ પાસે વર્તમાન સમયમાં દેશના 70 કરોડ લોકો કરતા વધુ સંપત્તિ છે.

billionaires

ઓક્સફેમના આ અહેવાલમાં જણાવાયું છે કે, 2020માં કોરોના મહામારી શરૂ થઇ, ત્યારથી નવેમ્બર 2021 સુધી, જ્યાં મોટાભાગના ભારતીયોએ નોકરીની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને બચત બચાવવા માટે સંઘર્ષ કર્યો હતો, ગયા વર્ષના નવેમ્બર સુધી, ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં વધારો થયો હતો. 121 ટકાનો વધારો જોવા મળ્યો હતો. કોરોના મહામારીના આ યુગમાં પણ ભારતના અબજોપતિઓની સંપત્તિમાં દરરોજ 3 હજાર 608 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

રિપોર્ટ અનુસાર, 2021માં ભારતના પાંચ ટકા લોકો પાસે દેશની કુલ સંપત્તિના 62 ટકા પર કબજો હતો. આવા સમયે ભારતની નીચેની 50 ટકા વસ્તી દેશની સંપત્તિના માત્ર ત્રણ ટકા પર નિયંત્રણ કરે છે. ઓક્સફેમના આ રિપોર્ટ મુજબ સર્વાઈવલ ઓફ ધ રિચેસ્ટઃ ધ ઈન્ડિયા સ્ટોરી, જ્યાં 2020માં ભારતમાં અબજોપતિઓની સંખ્યા 102 હતી, 2022માં આ આંકડો 166 પર પહોંચી ગયો છે. આ રિપોર્ટ સોમવારના રોજ સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં યોજાનાર વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)માં રજૂ કરવામાં આવશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના 100 સૌથી ધનિક લોકોની સંપત્તિ 660 બિલિયન ડોલર (લગભગ 54 લાખ 12 હજાર કરોડ રૂપિયા) ને પાર કરી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાથે ભારતનું આખું બજેટ 18 મહિના સુધી ચલાવી શકાય છે. એક વિશ્લેષણ અનુસાર, જો ભારતીય અબજોપતિઓની કુલ સંપત્તિ પર માત્ર બે ટકા ટેક્સ લગાવવામાં આવે, તો તે આગામી ત્રણ વર્ષ સુધી કુપોષિત બાળકોની તમામ જરૂરિયાતો પૂરી કરી શકે છે.

50 ટકા લોકોના હાથમાં માત્ર ત્રણ ટકા મિલકત

આ રિપોર્ટમાં ભારતમાં છેલ્લા 10 વર્ષમાં પેદા થયેલી સંપત્તિના અસમાન વિતરણનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. તે કહે છે કે, 2012 થી 2021 વચ્ચે ભારતમાં અસ્તિત્વમાં આવેલી તમામ સંપત્તિમાંથી 40 ટકા દેશના સૌથી અમીર એક ટકા લોકો પાસે ગઈ હતા. આવા સમયે 50 ટકા લોકોના હાથમાં માત્ર ત્રણ ટકા મિલકત આવી છે.

English summary
India's 21 billionaires own more wealth than 70 crore people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X