For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાટા ગ્રુપ બની વિશ્વમાં શ્રેષ્ઠતમ ભારતીય બ્રાન્ડ

|
Google Oneindia Gujarati News

tata-group
નવી દિલ્હી, 24 ડિસેમ્બર : ભારતીય કંપનીઓમાં અંદાજે 100 અબજ ડોલરનો બિઝનેસ ધરાવતી કંપની ટાટા જૂથ હવે માત્ર દેશની જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ભારતની શ્રેષ્ઠતમ બ્રાન્ડ બની છે. ઉદ્યોગ સંગઠન એસોચેમના નવા સર્વેક્ષણમાં દેશ અને દુનિયાની મોટી કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓની યાદીમાં ટાટા સમૂહના અધ્યક્ષ રતત ટાટાએ કોઇ પણ ભારતીય કંપનીના વડા તરીકે સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે.

પોતાના પારંપરિક વ્યવસાયને પોતાની આવડત અને વ્યવસ્થાપન ક્ષમતાને આધારે વૈશ્વિક સ્તરે લઇ જવામાં સફળ રહેલી ટાટાની કંનીઓ ટાટા જૂથ વિવિધ ક્ષેત્રમાં બિઝનેસ કરનારી દુનિયાની ગણનાપાત્રા કંપનીઓમાંથી એક બની ગઇ છે.

સર્વેક્ષણમાં દિલ્હી, મુંબઇ, કોલકત્તા, બેંગલોર, હૈદરાબાદ, લંડન, સિંગાપુર અને ન્યુયોર્ક સ્થિત 78 મોટી કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 77 ટકાનું માનવું હતું કે રતન ટાટાની નિવૃત્તિ બાદ તેમના ઉત્તરાધિકારી સાયરસ મિસ્ત્રી તેમના કારોબારના સામ્રાજ્યને કુશળતાપૂર્વક આગળ લઇ જશે.

એક વર્ગનું માનવું છે કે વર્તમાન વૈશ્વિક આર્થિક સ્થિતિમાં ટાટા જૂથને અત્યાર સુધી કરેલા પરફોર્મન્સમાં ઘટાડો કર્યા વગર આગળ લઇ જવું એ સાયરસ મિસ્ત્રી માટે પડકારરૂપ બની રહેશે.

એસોચેમના સર્વેક્ષણમાં ટાટા જૂથ ઉપરાંત ઇન્ફોસિસ, વિપ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને આદિત્ય બિરલા સમૂહને પણ વૈશ્વિક સ્તરે અલગ ઓળખ બનાવનારી ભારતીય કંપનીઓની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

English summary
India's best brand in the world : Tata Group.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X