અર્થવ્યવસ્થા મોરચે મોદી સરકાર માટે ગુડ ન્યૂઝ, પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી 8.2%
નાણાંકીય વર્ષ 2018-19 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના વિકાસ દરના મોરચે સરકાર માટે સારા સમાચાર સામે આવ્યા છે.
નાણાંકીય વર્ષ 2018-19 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના વિકાસ દરના મોરચે સરકાર માટે સારા સમાચાર સામે આવ્યા છે. પ્રથમ ત્રિમાસિકમાં વિકાસ દર (GDP) 8.2% રહ્યુ છે. વળી, હાલના નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક હાળમાં ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) ગ્રોથ રેટ 8% રહ્યુ છે. તમને જણાવી દઈએ કે 2017 ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં વિકાસ દર 7.7 હતો. જ્યારે એક વર્ષ પહેલા સમાન ગાળા દરમિયાન આ આંકડો 5.6% રહ્યો હતો.

આ પહેલા કેટલાક અર્થશાસ્ત્રીઓએ ત્રિમાસિક ગાળા માટે 7.6% જીડીપી ગ્રોથનું અનુમાન વ્યક્ત કર્યુ હતુ. પરંતુ તેમના અનુમાનો પાછળ છોડીને એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ 8.2% ના સ્તર પર પહોંચી ગયો છે. જીડીપી ગ્રોથનો સૌથી વધુ ફાયદો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જોવા મળ્યો. ઓક્ટોબરમાં યોજાનાર મૌદ્રિક નીતિની બેઠકમાં આ આંકડા ખૂબ મહત્વના રહેશે.
એપ્રિલ-જૂન દરમિયાન મેન્યુફેક્ચરિંગનો ગ્રોથ 13.5% ના સ્તર પર પહોંચી ગયો જ્યારે એક વર્ષ પહેલા સમાન ગાળામાં આમાં 1.8% નો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. નાણાંકીય વર્ષ 2017-18 ના અંતિમ ત્રિમાસિક ગાળા (જાન્યુઆરીથી માર્ચ) માં જીડીપી ગ્રોથ રેટ 7.7%, ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ રેટ 7.2%, બીજા ત્રિમાસિક (જુલાઈ-સપ્ટેમ્બર) માં 6.3% અને પહેલા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 5.7% રહ્યો હતો.
વળી, ઔદ્યોગિક ઉત્પાદનના મોરચે સરકાર માટે સારા સમાચાર નથી. આઠ મુખ્ય ઉદ્યોગોનો જુલાઈમાં ઔદ્યોગિક ઉત્પાદન વિકાસ દર (આઈઆઈપી) ગયા મહિનાની 7.6% થી ઘટીને 6.6% ના આંકડે પહોંચી ગયો. તમને જણાવી દઈએ કે આઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સ કોલસો, ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ, રિફાઈનરી પ્રોડક્ટ્સ, ફર્ટિલાઈઝર્સ, સ્ટીલ, સિમેન્ટ અને ઈલેક્ટ્રીસિટીની દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનોમાં 40.27% હિસ્સો છે.












Click it and Unblock the Notifications
