45 પૈસા તૂટીને 72.18 રૂપિયા પ્રતિ ડોલર, સેન્સેક્સ 250 પોઇન્ટ ગગડ્યો

ડોલરને મુકાબલે રૂપિયામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. સોમવારે રૂપિયો અત્યારસુધીના સૌથી નીચલા સ્તરે ખુલ્યો છે.

ડોલરને મુકાબલે રૂપિયામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. સોમવારે રૂપિયો અત્યારસુધીના સૌથી નીચલા સ્તરે ખુલ્યો છે. ડોલરને મુકાબલે રૂપિયો આજે 45 પૈસા તૂટીને 72.18 રૂપિયા પ્રતિ ડોલર પહોંચી ચુક્યો છે. સોમવારે ડોલર સામે રૂપિયામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો જયારે ગયા અઠવાડિયે રૂપિયો 71.73 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો.

Indian rupee

જયારે બીજી બાજુ આજે સેન્સેક્સમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સ 276 પોઇન્ટ ગગડીને 38,113.78 પોઇન્ટ પર પહોંચી ચૂક્યું છે. જયારે નિફટી પણ 50 પોઇન્ટ ઘટીને 11,539.75 પર પહોંચી ચુકી છે. છેલ્લા કારોબારના દિવસે સેન્સેક્સ 37,837.79 પર બંધ થયો હતો.

આ પણ વાંચો: રૂપિયો નબળો નહિ પરંતુ ડૉલર મજબૂત થયો છેઃ અરુણ જેટલી

જયારે રૂપિયામાં થતા ઘટાડાને કારણે તેલ કંપનીઓને વિદેશથી તેલ મંગાવવા માટે ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. તેને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. બેન્કિંગ, ઓટો, એફએમસીજી, ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેક્ટર શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: ભારતીય નોટોને છાપવામાં કેટલો ખર્ચ થાય છે તે અહીં જાણો

રૂપિયામાં મૂલ્ય ઘટી રહ્યું છે જેથી તેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલ પર પડી રહી છે. આ વર્ષે ડોલરને મુકાબલે રૂપિયામાં 13 ટકા જેટલી કમજોરી આવી ચુકી છે, જયારે 5 ટકા કમજોરી છેલ્લે એક મહિનામાં અને ત્રણ ટકા કમજોરી છેલ્લે અઠવાડિયામાં આવી છે. સતત વધી રહેલી ડોલરની માંગ ગ્રીનબેન્ક મુકાબલે ભારતીય મુદ્રાને ઓછી કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X