પાકિસ્તાન પર મોંઘવારીનો માર, સોનાની કિંમત 90 હજારને પાર
નવી દિલ્હીઃ આતંકવાદ પર બેવળું વલણ ધરાવતું પાકિસ્તાન વાત વાતમાં ભારતને યુદ્ધની ધમકી આપી રહ્યું છે. ભારત સરકાર દ્વારા કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન અકળાયું છે. પાકિસ્તાન ભારતને ક્યારેક યુદ્ધની ધમકી આપે છે તો ક્યારેક પરમાણુ હુમલાની. ભારતને યુદ્ધની ધમકી આપનાર પાકિસ્તાનની સરકાર પાસે પોતાની ઑફિસનું બિલ ચૂકવવા સુધીના રૂપિયા પણ નથી. પાકિસ્તાનમાં મોંઘવારીના મારથી જનતા બેહાલ છે. લોકો પાસે બે ટક ખાવાનું ખાવાના પણ પૈસા નથી. દરરોજ વધી રહેલ મોંઘવારી સાથે લોકો માટે જીવવું મુશ્કેલ થઈ ગયું છે. પેટ્રોલ-ડીઝલની કિંમતો આકાશને આંબી રહી છે તો સોનાની કિંમત ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે.

પાકિસ્તાનમાં સોનાની કિંમત ઉચ્ચતમ સ્તરે
મોંઘવારીથી બેહાલ પાકિસ્તાનમાં સોનાની કિંમતે નવો રેકોર્ડ બનાવી લીધો છે. પાકિસ્તાનમાં સોનાની કિંમત અત્યાર સુધીના સૌથી ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. પાકિસ્તાની અખબાર ડૉન મુજબ અહીં એક તોલા સોનાની કિંમત 90000 રૂપિયા પર પહોંચી ગઈ છે. એટલે કે 10 ગ્રામ સોનાની કિંમત અત્યાર સુધીના સૌથી ઉચા સ્તર 90 હજાર પાકિસ્તાની રૂપિયા પર પહોંચી ગઈ છે.

પાકિસ્તાનમાં સોનાની કિંમત 90000ને પાર
પાકિસ્તાનમાં સોનાની કિંમત અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તરે પહોંચી ગઈ છે. પાકિસ્તાનમાં સોનું 90 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે ભારતમાં 40 હજારની આસપાસ છે. એટલે કે પાકિસ્તાનમાં સોનું ભારત કરતાં બમણી કિંમતે વેચાઈ રહ્યું છે. પાકિસ્તાની લોકો સોનું ખરીદવાને બદલે ઘરમાં રાખેલ સોનું વેચીને પોતાનું કામ ચલાવી રહ્યા છે તો કેટલાક ઉંચી કિંમતોનો લાભ ઉઠાવવા માટે પણ સોનું વેચી રહ્યા છે.

કેમ મોંઘું થઈ રહ્યું છે સોનું
પાકિસ્તાનમાં સોનાની ઉંચી કિંમત વિશે ઑલ સિંધ સર્રાફા જ્વેલર્સ એસોસિએશનનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત વધવાથી ઘરેલૂ સ્તર પર ભાવ વધી રહ્યા છે. જલદી જ અહીં સોનાની કિંમત 1 લાખ પાર કરી જશે. બજાર એક્સપર્ટ મુજબ સરકાર દ્વારા સોના પર લગાવવામાં આવેલ ટેક્સને કારણે સ્થાનિક બજારમાં તેની માંગ ઘટતી જઈ રહી છે. જ્યારે પાકિસ્તાનમાં મોંઘવારી ખતરનાક સ્તરે પહોંચી રહી છે. પાકિસ્તાનની સ્થિતિ સુધારવાને બદલે ઈમરાન ખાન ભારતના આંતરિક મામલામાં દખલ દેવામાં મસગૂલ છે. ત્યારે પાકિસ્તાની સરકારે ભારત કરતાં વધુ પોતાની પ્રજા વિશે વિચારવું જોઈએ.