ભારત સહિત ઘણા દેશોમાં ઇન્સ્ટાગ્રામ ડાઉન, યુઝર્સ પરેશાન
વિશ્વભરના યુઝર્સને ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત સહિત ઘણા દેશોમાં ઈન્સ્ટા ડાઉન છે. IOS અને Android બંને યુઝર્સ ઇન્સ્ટાનો ઉપયોગ કરવામાં અસમર્થ છે.
નવી દિલ્હી : વિશ્વભરના યુઝર્સને ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત સહિત ઘણા દેશોમાં ઈન્સ્ટા ડાઉન છે. IOS અને Android બંને યુઝર્સ ઇન્સ્ટાનો ઉપયોગ કરવામાં અસમર્થ છે. ડાઉન ડિટેક્ટે ઇન્સ્ટાગ્રામ એપને ડાઉન હોવાની માહિતી આપી છે. ફેસબુકની માલિકીના ઇન્સ્ટાગ્રામને ડાઉન કરવા અંગે કંપની તરફથી હજૂ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
સમસ્યા 11 કલાકથી શરૂ થઈ હતી
ડાઉન ડિટેક્ટર વેબસાઇટ અનુસાર, 2 સપ્ટેમ્બર, 2021ના રોજ સવારે 11:00 કલાકથી ઇન્સ્ટાગ્રામ ભારતમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. 45 ટકા ઇન્સ્ટા યુઝર્સે એપ વિશે ફરિયાદ કરી છે, જ્યારે 33 ટકા યૂઝર્સ ઇન્સ્ટાગ્રામ વેબસાઇટ પર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. Downdetector અનુસાર, ભારતીય યુઝર્સને સવારે 11:00 વાગ્યાની આસપાસ iOS અને Android પ્લેટફોર્મ પર સમસ્યાઓ આવી હતી.
યુઝર્સ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે
યુઝર્સ ટ્વિટર પર ઇન્સ્ટાગ્રામ ડાઉન હોવા અંગે સતત ટ્વિટ કરી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે, શું દરેકને ઇન્સ્ટા પર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડાઉન ડિટેક્ટર વેબસાઇટ અનુસાર, 22 ટકા યુઝર્સ દાવો કરે છે કે, તેઓ સર્વર કનેક્શનની સમસ્યાઓ પર ધ્યાન આપી રહ્યા છે. 1,000 થી વધુ યુઝર્સે વેબસાઇટ પર આ સમસ્યાની જાણ કરી છે.
તાજેતરમાં અમેરિકામાં ઈન્સ્ટા ડાઉન થયું હતું
થોડા દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ પણ ડાઉન હતું. યુએસમાં ન્યૂયોર્ક, લોસ એન્જલસ અને વોશિંગ્ટન ડીસીથી મોટા પાયે આઉટેજની જાણ કરવામાં આવી હતી.