વર્ષ 2019માં અહીં રોકાણ કરીને મેળવો મસમોટો નફો
પાછલા કેટલાક વર્ષોમાં દેશમાં કેટલાક મહત્વના નાણાકીય પરિવર્તનકરવામાં આવ્યા છે, જેમાં RBI દ્વારા બદલવામાં આવેલા વ્યાજ દર અને પ્રધાનમંત્રી આવાસ યોજના સામેલ છે.
પાછલા કેટલાક વર્ષોમાં દેશમાં કેટલાક મહત્વના નાણાકીય પરિવર્તનકરવામાં આવ્યા છે, જેમાં RBI દ્વારા બદલવામાં આવેલા વ્યાજ દર અને પ્રધાનમંત્રી આવાસ યોજના સામેલ છે. આ પગલા હજી જનતા સંપૂર્ણ રીતે સમજી નથી ત્યાં જ દેશમાં વધુ એક મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે, જે દેશની રૂપરેખા સંપૂર્ણ રીતે બદલી શકે છે. અમે વાત કરી રહ્યા છીએ લોકસભા 2019ની ચૂંટણીની. આ ચૂંટણીને કારણએ શેર માર્કેટ અસ્થિર થવાની શક્યતા છે, લાંબા ગાળે જેની અસર રોકાણ યોજના અને તેના વળતર પર પડી શકે છે. યોગ્ય જગ્યાએ રોકાણ કરવાથી તમે તમારા ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોને સુધારી શકો છો. આજે અમે તમને રોકાણ કરવાના એ વિકલ્પો વિશે માહિતી આપીશું જે આ વર્ષે તમને સારું રિટર્ન આપી શકે છે.
આ પણ વાંચો: 6 મહિનાથી 1 વર્ષ સુધી, આ છે રોકાણ કરવાના જુદા જુદા ઓપ્શન

ફિક્સ્ડ ડિપોઝિટમાં મળશે સારુ વળતર
2018માં રિઝર્વ બેન્કે MCLRના વ્યાજ દર બદલવાની સાથે સાથે નાણાકીય સંસ્થાનોની એફડીના વ્યાજ દરમાં પણ સંશોધન કર્યું હતું. જોકે નિષ્ણાતોનું માનવું છે કે એપ્રિલ 2019માં બહારની બેન્ચમાર્ક સિસ્ટમની શરૂઆત થવાને કારણે 2019માં એફડીના વ્યાજદરમાં વધારો નહીં થાય. આ ફેરફારને કારણે લોન લેનાર લોકોને રોકાણકારો કરતા વધુ લાભ થઈ શકે છે. એટલે હવે તમારે એવી જ એફડીમાં રોકાણ કરવું જોઈએ જે વધુ વળતર આપતી હોય. વ્યાજ દરના આધારે તમને જે રકમ કહેવામાં આવી રહી છે, તેને તમારી રકમ સાથે ગુણાકાર કરીને જુઓ. આ મામલે બજાજ ફાઈનાન્સ ફિક્સ્ડ ડિપોઝિટમાં ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. કારણ કે તેમાં વ્યાજ 8.75 ટકા છે અને વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ 9.10 ટકા આપવામાં આવે છે. તમારી એફડીને રિન્યુ કરાવીને તમે આ રકમ પર વધુ વ્યાજનો લાભ લઈ શકો છો.

SIPમાં અસ્થિરતા ઓછી કરવી
2019માં ચૂંટણીને કારણે શેરની કિંમતો અને શેર બજારમાં ઉતાર ચડાવ આવશે. જો કે એક રોકાણ કાર તરીકે તમે ઓછામાં ઓછું જોખમ ધરાવતી SIPમાં રોકાણ કરીને શેર બજારમાં ચડાવ ઉતાર છતાંય વધુ નફો મેળવી શકો છો. નિષ્ણાતોનું કહેવું છે કે રૂપિયા-ખર્ચ સરેરાશ પ્રણાલીને કારણે SIPમાં રોકાણ કરીને તમે વધુમાં વધુ નફો રળી શકો છો. આ વર્ષે ઓછી કિંમતે તમે વધુ યુનિટ્સ ખરીદી શકો છો, જે આગામી વર્ષોમાં તમને વધુ વળતર અપાવી શકે. જો તમે આગામી વર્ષોમાં SIPમાં રોકાણની યોજના બનાવી રહ્યા છો તો આ વર્ષ તમારા માટે મહત્વનું છે. આગામી સમયમાં SIPમાં રોકાણ તમને ફાયદો કરાવી શકે છે.

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાંથી મેળવો સારું વળતર
નાના રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમાં 5 હજારથી 10 હજાર સુધીનું રોકાણ કરી શકે છે. તમે 1 વર્ષમાં 1 લાખથી વધુનું નળતર મેળવી શકો છે, એટલે તમારે મૂડીગત લાભ વિશે ચિંતા કરવાની જરૂર નથી. આવકવેરા કપાતના નવા નિયમ પ્રમાણે તમારે તેમાંથી 10 ટકા હિસ્સો ટેક્સ તરીકે ચૂકવવો પડશે. વર્ષ 2019માં તમે તેનો વધુમાં વધુ ફાયદો ઉપાડી શકો છો. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં તમે ઓછી રકમ રોકીને પણ વધુ નફો મેળવી શકો છો. આ ઉપરાંત તમારા યુનિટ્સ પર નિયમિત રીતે નજર રાખો અને તેને ફરી ઈન્વેસ્ટ કરતા રહો, જેથી તમે વર્ષમાં 1 લાખ કરતા વધુનો નફો મેળવી શકો.

સુરક્ષિત રોકાણ માટે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમાં પૈસા રોકો
ઈપીએફ સિવાય તમે નેશનલ પેન્શન સ્કીમમાં પણ રોકાણ કરી શકો છો. ભારત સરકાર સંચાલિત NPS કર મુક્ત અને સુવિધાજનક પેન્શન યોજના છે. જેમાં કરેલું રોકાણ તમને વધુ વળતર અપાવશે. NPS સ્કીમમાં મેચ્યોરિટીની 60 ટકા રકમ કરમુક્ત છે. પેન્શન ફંડ નિયામક અને વિકાસ પ્રાધિકરણે પણ એક્ટિવ ચોઈસ ઓપ્શન અંતર્ગત NPS ફંડનો 75 ટકા હિસ્સો ઈક્વિટીમાં રોકવાનો વિકલ્પ આપ્યો છે. જો તમે તમારી બચત વધારવા ઈચ્છો છો તો સમજીને રોકાણ કરો. એફડી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમે મેચ્યોરિટી પર મળનારી રકમ પહેલા જ જાણી શકો છો. તેનાથી તમે રોકાણ અંગેના નિર્ણયો પણ સરળતાથી લઈ શક્શો. મોટા ભાગની રોકાણની સ્કીમમાં જોખમ હોય છે, એટલે એવી ઓફર્સમાં રોકાણ કરો જ્યાં વધુ વળતરની ગેરંટી હોય અને ખાસ કરીને શેર માર્કેટમાં ચડાવ ઉતાર દરમિયાન તમારા પૈસા અને રોકાણ સુરક્ષિત રહે.












Click it and Unblock the Notifications
