For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

6 મહિનાથી 1 વર્ષ સુધી, આ છે રોકાણ કરવાના જુદા જુદા ઓપ્શન

મોટાભાગે દરેક વ્યક્તિ લાંબા ગાળાના રોકાણ વિશે વિચારે છે, અને લોકો સામાન્ય રીતે લાંબાગાળાનું જ રોકાણ કરે છે.

|
Google Oneindia Gujarati News

મોટાભાગે દરેક વ્યક્તિ લાંબા ગાળાના રોકાણ વિશે વિચારે છે, અને લોકો સામાન્ય રીતે લાંબાગાળાનું જ રોકાણ કરે છે. જો કે 6 મહિનાથી લઈને 1 વર્ષના રોકાણના વિકલ્પ ત્યારે કામ લાગે છે, જ્યારે ઈમરજન્સીમાં પૈસાની જરૂર પડે. રોકાણના આ વિકલ્પો દ્વારા તમે ઘરના હપ્તા, કાર લોન વગેરે ભરી શકો છો. તો ચાલો જાણીએ 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધીના રોકાણના જુદા જુદા વિકલ્પો વિશે.

આ પણ વાંચો: ઈન્કમ ટેક્સ બચાવીને બની શકો છો કરોડપતિ, સરકાર આપે છે ગેરંટી

લિક્વિડ ફંડ

લિક્વિડ ફંડ

આ ફંડ સુરક્ષિત ફંડ છે, કારણ કે સામાન્ય તેમાં જમા પ્રમાણપત્ર અને ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. તમે કોઈ પણ સમયે આ ફંડ છોડી શકો છો. જો તમે તમારા પૈસા 6 મહિના કે 1 વર્ષ સુધી રાખવા ઈચ્છતા હો, તો લિક્વિડ ફંડ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે, અને તેમાં દર વર્ષે 5થી 8 ટકાનું વ્યાજ મળે છે. તેમાં ટેક્સ બેનિફિટ અન્ય ડેટ ફંડ જેવા જ છે, જો તમે 3 વર્ષ કરતા વધુ સમય માટે રોકાણ કરો છો તો તમને ઈન્ડેક્શનનો લાભ મળે છે. તેનાથી ઓછા સમયના રોકાણ પર ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સ લાગે છે.

સેવિંગ અકાઉન્ટ

સેવિંગ અકાઉન્ટ

તમારે તમારી રકમનું રોકાણ કરવા અને બચાવવા માટે સૌથી સુરક્ષિત વિકલ્પ બચત ખાતું છે. કારણ કે તમે તેમાંથી પૈસા ગમે ત્યારે ઉપાડી શકો છો, સાથે જ 4થી 7 ટકા વ્યાજ પણ મળે છે. મોટા ભાગના લોકો બચત ખાતામાં પૈસા બચાવવા માટે રોકે છે તેમનો ઉદ્દેશ્ય વ્યાજ કમાવાનો હોતો નથી.

લિક્વિડ પ્લસ ફંડ

લિક્વિડ પ્લસ ફંડ

લિક્વિડ ફંડની સરખામણીમાં તેમને અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ પણ કહેવામાં આવે છે. કારણ કે લિક્વિડ પ્લસ ફંડમાં રોકાણનું મુખ્ય સ્થાન શોર્ટ ટર્મની ડેટ સિક્યોરિટીઝ હોય છે, જે સામાન્ય રીતે 90 દિવસથી લઈને 1.5 વર્ષ સુધીની હોય છે. જ્યારે તમે મેચ્યોરિટીથી પહેલા લિક્વિડ પ્લસ ફંડ ઉપાડી લો છો, તો તમારે એક્ઝિટ અમાઉન્ટ ચૂકવવી પડે છે. જો તમારો મેચ્યોરિટી પિરિયડ લાંબો છે, તો વ્યાજ દરનું જોખમ વધારે હોય છે, જો ક્રેડિટ રેટિંગ ઓછું છે તો ડિફોલ્ટ જોખમ વધુ છે, બસ રોકાણકારોએ આ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે.

શોર્ટ ટર્મ ફંડ

શોર્ટ ટર્મ ફંડ

ટૂંકા ગાળા કે શોર્ટ ટર્મ માટેનું ફંડ મુખ્ય રીતે સિક્યોરિટીઝમાં પૈસા જમા કરાવે છે, જેની મેચ્યોરિટી ડેટ 1થી 3 વર્ષની હોય છે. જો કે વધુ લાંબી મેચ્યોરિટીને કારણે તેમાં જોખમ પણ વધુ હોય છે.

ઓર્બિટ્રેજ ફંડ

ઓર્બિટ્રેજ ફંડ

આ ફંડ એક પ્રકારનું ઈક્વિટી ફંડ છે, જેમાં એક માર્કેટમાંથી સિક્યોરિટીઝ ખરીદીને બીજામાં કિંમત વધારીને વેચવામાં આવે છે. જે ડિફરન્સ બને તે નફો થઈ જાય છે. તેમાં જોખમ ઓછું હોય છે અને રોકાણ પર 8 ટકાનું વળતર મળે છએ. જો કે 1 વર્ષથી વધુના સમય સુધી રોકાણ કરવા પર ઓર્બિટ્રેજ ફંડ મોટા ભાગે ટેક્સ બેનિફિટ આપે છે, સાથે જ ફાયદો પણ કરાવે છે.

નોંધ

નોંધ

અમે તમને કોઈ પણ પ્રકારની બચત યોજનામાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન નથી આપી રહ્યા. અમે તમને માત્ર માહિતી આપી રહ્યા છીએ. જો તમને કોઈ પણ પ્રકારનું નુક્સાન થાય તો ગ્રેનિયમ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ અથવા તેમના કર્મચારી કે પછી સ્વયં લેખક તેના માટે જવાબદાર નથી.

English summary
These investment for the time period of 6 months to 1 year may benefit you
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X