For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફર્મોમાં નાણા જમા કરવતા સમયે રોકાણકારો સાવધાની રાખે : RBI

|
Google Oneindia Gujarati News

rbi
મુંબઇ, 1 જૂન : નકલી રોકાણ યોજનાઓમાં સામાન્ય રોકાણકાર સાથે થયેલી છેતરપિંડીને ધ્યાનામાં રાખીને ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)એ આજે રોકાણકારોને જણાવ્યું છે કે બિન બેંકિંગ આર્થિક કંપનીઓ (એનબીએફસી) સહિત અન્ય આર્થિક ફર્મોમાં નાણા જમા કરાવતા પહેલા પોતાના નિર્ણય પર સાવધાનીપૂર્વક વિચાર કરે.

આરબીઆઇએ રોકાણકારો માટે આ અંગે સૂચન અનેક ચર્ચા કરી શારદા કૌભાંડ અને તેના જેવી અનેક ઘટનાઓને આધારે આવેલા નિષ્કર્ષ પરથી કર્યું છે. તાજેતરના કોભાંડમાં હજારો રોકાણકારોએ પોતાના નાણા ગુમાવવાનો વારો આવ્યો હતો. રિઝર્વ બેંકે રોકાણકારોને જણાવ્યું છે કે કોઇ આર્થિક ફર્મ દ્વારા ગેરકાયદેસર રીતે જમા કરાવેલા અથવા ચૂકવણી કરવામાં નહીં આવેલા નાણાની ફરિયાદ ક્યાં ક્યાં કરી શકાય છે. બેંકે જણાવ્યું છે કે કોઇ પણ ફર્મમાં નાણા રોકતા પહેલા તે રજીસ્ટર્ડ થયેલી છે કે નહીં તેની ખાસ ખાતરી કરી લેવી.

આ ઉપરાંત રોકેલા નાણાની પહોંચ લેવા ઉપરાંત રિટર્ન અને અન્ય બાબતો અંગે પણ સાવધાન રહેવા જણાવ્યું છે. આરબીઆઇએ જણાવ્યું કે તે સંપૂર્ણ રીતે ચિટ ફંડ કંપનીઓનું નિયમન કરી શકે એમ નથી આથી રોકાણકારોએ જ જાગૃત બનવું પડશે.

English summary
Common investor take caution while deposit money in firms : RBI
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X