For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉનાળું વેકેશન માટે IRCTCએ રજૂ કર્યું આ ટૂર પેકેજ, જાણો શું છે કિંમત?

જો તમે દક્ષિણ ભારતમાં ફરવાના શોખીન છો, તો તમારા માટે આ ખૂબ જ સારી તક છે. ભારતીય રેલ્વે તમારા માટે એક પ્લાન લઈને આવ્યું છે. તમે માત્ર 11 દિવસમાં સરળતાથી દક્ષિણ ભારતનો પ્રવાસ કરી શકો છો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : જો તમે દક્ષિણ ભારતમાં ફરવાના શોખીન છો, તો તમારા માટે આ ખૂબ જ સારી તક છે. ભારતીય રેલ્વે તમારા માટે એક પ્લાન લઈને આવ્યું છે. તમે માત્ર 11 દિવસમાં સરળતાથી દક્ષિણ ભારતનો પ્રવાસ કરી શકો છો. જો તમે ઉનાળાના વેકેશનમાં દક્ષિણ ભારતના તીર્થસ્થળોની મુલાકાત લેવા માંગતા હો, તો તમે IRCTC દ્વારા ઓફર કરેલા પેકેજો માટે બૂક કરી શકો છો.

આ યોજના હેઠળ પ્રવાસ યોજના રજૂ કરાઇ

આ યોજના હેઠળ પ્રવાસ યોજના રજૂ કરાઇ

ઉલ્લેખનીય છે કે, IRCTC દેશના વિવિધ ભાગોમાં પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માટે કાર્યક્રમોનું આયોજન કરતી રહે છે. IRCTC એ ઉત્તરપ્રદેશના લોકો માટે 'સ્વદેશ દર્શન યાત્રા યોજના' હેઠળ દક્ષિણ ભારતનું પેકેજ રજૂ કર્યું છે.

28મી એપ્રીલથી યાત્રા શરૂ થશે

28મી એપ્રીલથી યાત્રા શરૂ થશે

ઉલ્લેખનીય છે કે, આ પેકેજ 28 એપ્રીલથી શરૂ થવા જઈ રહ્યું છે. આ માટે બૂકિંગ પણ શરૂ થઈ ગયું છે. તેની ખાસ વાત એ છે કે આ ટ્રેનમાં એસી અને નોન એસીકોચની સુવિધા પણ આપવામાં આવી છે.

તેને ગોરખપુર, દેવરિયા, સદર, બેલથરા રોડ, મઉ, વારાણસી, જૌનપુર સિટી, લખનઉ અને કાનપુર અને ઝાંસીના મુસાફરોનીવધતી માગને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે.

જાણો - શું છે પેકેજ?

જાણો - શું છે પેકેજ?

આ વિશેષ પેકેજ 28 એપ્રીલથી શરૂ થશે, જે 8 મે સુધી ચાલશે. આ દરમિયાન તમને રામનાથ સ્વામી મંદિર, મદુરાઈમાં મીનાક્ષી મંદિર, પદ્મનાભમ મંદિર, તિરુપતિમાંશ્રી પદ્માવતી મંદિર, શ્રી કપિલેશ્વરા સ્વામી મંદિર, ઈસ્કોન મંદિર, શ્રી કાલહસ્તી મંદિર અને અન્ય ઘણા ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા લઈ જવામાં આવશે.

આટલું ભાડું

આટલું ભાડું

આ પેકેજની કિંમત પ્રતિ વ્યક્તિ માત્ર 28750 છે, જ્યારે નોન એસી ક્લાસનું ભાડું માત્ર 20440 છે. આ ટ્રેનમાં બેઠકની સુવિધા ગોરખપુર, વારાણસી, પ્રયાગરાજ સંગમ,લખનઉ અને કાનપુરથી ઉપલબ્ધ થશે.

આ રીતે બૂકિંગ

આ રીતે બૂકિંગ

તેના બૂકિંગ માટે, તમારે IRCTCની સત્તાવાર વેબસાઇટ irctctourism.com પર ક્લિક કરવું પડશે. આ સિવાય તમે તેની પ્રાદેશિક ઓફિસની મુલાકાત લઈનેપણ બૂકિંગ કરાવી શકો છો. આ દરમિયાન તમને ચુકવણી કરવાની સાથે તમામ વિગતો મળશે.

English summary
IRCTC Introducing This Tour Package For Summer Vacation, know What The Cost Is?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X