IT કંપની સિસ્કો 4000 કર્મચારીઓને છૂટા કરશે
ન્યૂયોર્ક, 15 ઓગસ્ટ : ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇટી) ક્ષેત્રની અગ્રણી કંપની સિસ્કોએ પોતાના 4000 કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે. આ સંખ્યા તેમના કુલ કર્મચારીઓની સંખ્યાના 5 ટકા જેટલી છે.
આ અંગે કંપનીના મુખ્ય આર્થિક અધિકારી ફ્રેંક કાલ્ડેરોનીએ જણાવ્યું કે માર્કેટના વિશ્લેષકોની સાથે યોજવામાં આવેલી કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે "પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ અને વહિવટને વધારે સારો બનાવવા માટે નાણાકીય વર્ષ 2014ની જરૂરિયાતોને જોતા અમે અમારી શ્રમ શક્તિ ઘટાડવાની સાથે નવા સંસાધનો વચ્ચે નવી રીતે સંતુલન બેસાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."

સિસ્કોના અધિકારીઓને લાગે છે કે આર્થિક સ્થિતિમાં તેજીની આશા ઓછી રહેશે. કારણ કે ઉભરતા બજારોમાં સ્થિતિ હજી પણ નિરાશાજનક છે. કંપનીના મુખ્ય કાર્યકારી અધિકાર જોન તેમ્બર્સે જણાવ્યું કે "આર્થિક સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે જે અત્યંત ધીમો અને અત્યંત અસ્થિર છે. સિસ્કોએ કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત એવા સમયે કરી છે જ્યારે ચોથા ત્રિમાસિક ગાળામાં તેની આવક વધીને 12.4 અબજ ડોલર અને લાભ 2.3 અબજ ડોલર રહ્યો છે."












Click it and Unblock the Notifications
