For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IT વિભાગે ઇન્ફોસિસને 577 કરોડની નોટિસ પાઠવી

|
Google Oneindia Gujarati News

infosys
નવી દિલ્હી, 20 મે : આવકવેરા વિભાગે 2009-2010નાં વાર્ષિક કર માટે ઈન્ફોસિસને 577 કરોડ રૂપિયાની નોટિસ પાઠવી છે. આ નોટિસનાં કારણે ભારતની બીજી મોટી આઈટી કંપની માટે કર સંબંધી ચિંતામાં વધારો થયો છે.

ઈન્ફોસિસ પહેલેથી જ 2005માં શરૂ થનારા નાણાકીય વર્ષ માટે અંદાજે 1175 કરોડની વધારાનાં આવક કરની માંગ વિરૂદ્ધ લડી રહ્યું છે. ઈન્ફોસિસે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી)ને આ અઠવાડિયે મોકલેલી સૂચનામાં કહ્યું છે કે, કંપનીને આવકવેરા વિભાગ તરફથી 2008-09 માટે નવા વાર્ષિક કર સંબંધી આદેશ મળ્યો છે. આ કર સંબંધમમાં 10.6 કરોડ ડૉલરની માંગ કરાઈ છે.

આ તરફ ઈન્ફોસિસનાં પ્રવક્તાએ કહ્યું, "અમને વાર્ષિક વર્ષ 2009-10 માટે કર સંબંધી આદેશ મળ્યો છે જેમાં 577 કરોડનાં કરની માંગ કરાઈ છે."

English summary
IT give 577 crore notice to Infosys.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X