For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિવાદ અને વ્યાપારઃ ભારતમાં પૈસા રળતી ટોપ 10 ઇટાલિયન કંપની

By Super
|
Google Oneindia Gujarati News

બે ભારતીય માછીમારોની હત્યાના આરોપી એવા ઇટલી મરીનના બે નૌસૈનિકો વોટ આપવાના બહાને સ્વદેશ ગયા બાદ તેમને ભારત પરત નહીં મોકલવામાં આવે તેવા ઇટલી સરકારના નિર્ણય બાદ એક વિવાદ ખાસ્સો એવો વકર્યો છે. આ મામલાએ ભારતીય રાજકારણ અને વિશ્વકક્ષાના રાજકારણમાં ખાસ્સી એવી ચર્ચા જગાવી છે, એક તરફ ઇટલી તેમને ભારત મોકલવા તૈયાર નથી તો બીજી તરફ ભારત સરકાર આકરા પાણીએ છે, તેમાં પણ ભારતીય સુપ્રીમ કોર્ટે ઇટલીના રાજદૂતને ભારત છોડીને નહીં જવાનો આદેશ કરતા ઇયુએ આ નિર્ણયને દ્વિપક્ષીય સંબંધોની સંધીનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

જો કે, અહીં વાત એ કેસની નહીં પરંતુ ભારતમાં ભારતીય કંપનીઓ સાથે સંયુક્ત જોડાણ કરીને વ્યવસાય કરતી ટોપ ટેન કંપનીઓ અંગે કરવામાં આવી રહી છે. વાહનોનો વ્યાપાર હોય કે અન્ય કોઇ મેન્યુફેક્ચરિંગનો, ઇટલીની કંપનીઓએ ભારતમાં ખાસ્સું એવું આકર્ષણ જમાવ્યું છે. ઇટલીની કાર કંપનીઓ ફેરારી અને ફિઆટની કાર્સ તમામ વર્ગના લોકોને આકર્ષી રહી છે. ત્યારે ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ કઇ છે આ ટોપ ટેન ઇટાલિયન કંપનીઓ.

ભારતમાં પૈસા રળતી ટોપ 10 ઇટાલિયન કંપની

ભારતમાં પૈસા રળતી ટોપ 10 ઇટાલિયન કંપની

ફેરારીઃ વિશ્વભરમાં જાણિતી ફેરારી એસપીએ એ મારાનેલો સ્થિત ઇટાલિયન ઓટોમેટિવ કંપની છે. ફેરારીએ ભારતીય બજારમાં 2011માં એન્ટ્રી કરી હતી. તેણે નવી દિલ્હી ખાતે પોતાની પહેલા કાર મોડલને ડિસ્પલે કર્યું હતું.

ભારતમાં પૈસા રળતી ટોપ 10 ઇટાલિયન કંપની

ભારતમાં પૈસા રળતી ટોપ 10 ઇટાલિયન કંપની

ફિઆટઃ ફિઆટ ઇન્ડિયા ઓટોમોબાઇલ્સ લિમીટેડ એ ઇટલીની ફિઆટ ગ્રુમ ઓટોમોબાઇલ્સ એસપીએની સબ્સીડરી કંપની છે. વેચાણની દૃષ્ટીએ ભારતમાં નવમી સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ કાર્સ કંપની છે. આ કંપની 2 જાન્યુઆરી 1997માં ભારતમાં આવી છે.

ભારતમાં પૈસા રળતી ટોપ 10 ઇટાલિયન કંપની

ભારતમાં પૈસા રળતી ટોપ 10 ઇટાલિયન કંપની

પિઆગો વ્હીકલ્સઃ આ એક ઇટાલિયન મોટર વ્હીકલ મેન્યુફેક્ચરિંગ બ્રાન્ડ છે અને મોટરસાઇકલ અને સ્કૂટર્સની સાત બ્રાન્ડ તેના દ્વારા બહાર પાડવામાં આવે છે. ગ્રેવ્સ લિમીટેડ સાથે જોઇન્ટ વેન્ચર થકી 1998માં આ કંપનીએ ભારતીય બજારમાં એન્ટ્રી મારી હતી.

ભારતમાં પૈસા રળતી ટોપ 10 ઇટાલિયન કંપની

ભારતમાં પૈસા રળતી ટોપ 10 ઇટાલિયન કંપની

ગુક્સીઃ આ ફ્લોરેન્સમાં 1921માં ગુક્સિઓ ગુક્સી દ્વારા આ ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડની શોધ કરવામાં આવી હતી. મુર્ઝાની ગ્રુપ સાથે ભાગીદારી કરી ગુક્સીએ ભારતીય બજારમાં એન્ટ્રી મારી હતી અને વર્ષ 2007માં મુંબઇ અને દિલ્હીમાં બૂટિક શરૂ કર્યા હતા. ક્લોથ્સ, વોચ્સ, જ્વેલરી, શૂ અને લેધરની પ્રોડક્ટ્સ ગુક્સી દ્વારા બહાર પાડવામાં આવે છે.

ભારતમાં પૈસા રળતી ટોપ 10 ઇટાલિયન કંપની

ભારતમાં પૈસા રળતી ટોપ 10 ઇટાલિયન કંપની

એલિતાલિયાઃ આ ઇટલીની રાષ્ટ્રીય એરલાઇન કંપની છે, જેણે 1961માં ભારતમાં શરૂઆત કરી હતી. આ કંપનીએ તેની પ્રથમ ફ્લાઇટ મુંબઇથી શરૂ કરી હતી, હવે આ કંપનીની ફ્લાઇટ ભારતના ત્રણ મેગા સિટી મુંબઇ, દિલ્હી અને ચેન્નાઇથી પણ ઉડાન ભરે છે.

ભારતમાં પૈસા રળતી ટોપ 10 ઇટાલિયન કંપની

ભારતમાં પૈસા રળતી ટોપ 10 ઇટાલિયન કંપની

બાન્કા પોપોલર દિ વિસેન્ઝાઃ 1866માં બનેલી આ કંપની ઇટલીનું 12મું સૌથી મોટું બેન્કિંગ ગ્રુપ છે. તેની પ્રથમ બ્રાન્ચ 1 જુન 2006માં શરૂ કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં બિઝનેસ શરૂ કરવા ઇચ્છતી ઇટાલિન કંપનીઓને નાણાકીય મદદ પૂરી પાડવાનો છે.

ભારતમાં પૈસા રળતી ટોપ 10 ઇટાલિયન કંપની

ભારતમાં પૈસા રળતી ટોપ 10 ઇટાલિયન કંપની

વેલસ્પુન ઝુચી ટેક્સટાઇલ લિ.: આ કંપની મિલાનની છે. વેલસ્પુન ઇન્ડિયા સાથે જોઇન્ટ વેન્ચર કરી આ કંપનીએ 1998માં ભારતમાં આવી હતી. આ કંપની ટોચની મેન્યુફેક્ચરર કંપની છે.

ભારતમાં પૈસા રળતી ટોપ 10 ઇટાલિયન કંપની

ભારતમાં પૈસા રળતી ટોપ 10 ઇટાલિયન કંપની

ગ્રાઝિઆનો ટ્રાન્સમિશનીઃ ટ્રાન્સમિશન ટેક્નોલોજી, ગીયર્સ, ગીયર બોક્સ, એક્સલ સહિતના સામનોના સપ્લાયમાં વિશ્વમાં ટોચનું સ્થાન ધરાવનાર આ કંપનીની શોધ 1951માં થઇ હતી. 1998માં આ કંપનીએ ભારતીય બજારમાં આગમન કર્યું હતું.

ભારતમાં પૈસા રળતી ટોપ 10 ઇટાલિયન કંપની

ભારતમાં પૈસા રળતી ટોપ 10 ઇટાલિયન કંપની

ઝુઆરી સિમેન્ટઃ બેર્ગામોનું આ ઇટલસિમેન્ટી ગ્રુપ વિશ્વનું પાંચમું સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદક ગ્રુપ છે. તેમજ તે ઇટલીની ટોપ ટેન ઇન્ડસ્ટ્રિયલ એન્ટરપ્રાઇઝમાની એક છે. ભારતમાં પોતાની હાજરી નોંધાવવા માટે આ ગ્રુપે જોઇન્ટ વેન્ચરમાં ઝુઆરી સિમેન્ટને ટેક ઓવર કરી હતી.

ભારતમાં પૈસા રળતી ટોપ 10 ઇટાલિયન કંપની

ભારતમાં પૈસા રળતી ટોપ 10 ઇટાલિયન કંપની

બિસઝ્ઝા ઇન્ડિયા પ્રાઇવેટ લિમીટેડઃ આ કંપની વિશ્વની સૌથી મોટી ગ્લાસ મોસાઇક મેન્યુફેક્ચરીંગ કંપની માની એક છે. આ કંપનીની શરૂઆત 1956માં ઇટલીના વિસેન્ઝામાં થઇ હતી. 1995માં અમદાવાદ નજીક કડી ખાતે મેન્યુફેક્ચરીંગ ફેસિલિટીને સેટિંગ અપ કરી ભારતમાં પર્દાર્પણ કર્યું હતું.

English summary
Ferrari, Fiat, Gucci And More Italian companies in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X