
વિમાન મુસાફરી મોંઘી, 37000 રૂપિયાની ટિકિટ 2 લાખમાં વેચી રહ્યા છે
આર્થિક સંકટથી પસાર થઇ રહેલી જેટ એરવેઝ વિમાનો કેન્સલ થવાને કારણે હવાઈ મુસાફરી પર ઘણી અસર પડી છે. જેટ એરવેઝ વિમાનો કેન્સલ થવાને કારણે બીજી એરલાઈન્સ કંપનીઓએ ભાડા વધારી દીધા છે. વિમાન મુસાફરીની ટિકિટનો ભાવ સાતમા આસમાને છે. જે ટિકિટ પહેલા 37000 રૂપિયામાં મળતી હતી, હવે તેના માટે 2 લાખ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે.
આ પણ વાંચો: જેટ એરવેઝને લાગ્યું તાળું, આજ રાતથી જ બધી ઉડાણ રદ્દ, બેંકે પણ મદદ ન કરી

એરલાઈન્સ ટિકિટ મોંઘી
પ્રાઇવેટ સેક્ટરની એરલાઈન્સ કંપની જેટ એરવેઝ આર્થિક સંકટથી પસાર થઇ રહી છે. એરવેઝ કંપની પાસે વિમાનોના સંચાલન માટે પૈસા નથી. તેલ કંપનીઓએ જેટ એરવેઝને પૈસા નહિ ચુકાવવાને કારણે ઓઇલ આપવાની ના પાડી દીધી. જેટ એરવેઝના 197 વિમાનમાંથી ફક્ત 6 વિમાનો જ ચાલુ છે. ફંડ નહિ હોવાને કારણે બાકીના વિમાનો કેન્સલ કરી દેવામાં આવ્યા છે. જેટ એરવેઝના સંકટને કારણે હવાઈ મુસાફરી ઘણી મોંઘી બની ચુકી છે.

આ કંપનીઓની ચાંદી
જેટ એરવેઝની ફ્લાઈટ કેન્સલ થવાને કારણે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ વિમાનોના ભાડા વધી ગયા છે. પહેલા જે ટિકિટ હજારોમાં મળતી હતી હવે તેના માટે લાખો રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રિપોર્ટ અનુસાર આવતા અઠવાડિયે મુંબઈથી લંડન જતી ફ્લાઈટની ટિકિટ લાખો રૂપિયામાં પહોંચી ચુકી છે. પહેલા તમારે ગર્મીઓની રજા માટે લંડનની ટિકિટ 37 હજારથી 50 હજારમાં મળી જતી હતી, પરંતુ તેની ટિકિટ હવે 2 લાખ સુધી પહોંચી ચુકી છે.

વધતા વિમાન ભાડા પર ડીજીસીએ બેઠક
વિમાન મુસાફરીમાં સતત થઇ રહેલા વધારાને કારણે ડીજીસીએ ઘ્વારા વિમાન કંપનીઓ સાથે બેઠક કરવામાં આવી. ડીજીસીએ ઘ્વારા જણાવવામાં આવ્યું કે હવાઈ મુસાફરીના ભાડામાં વધારા ઘટાડા પર રોજ નજર રાખવામાં આવશે.