Jio Phone Delivery : જાણો ક્યારે મળશે તમને જીયો ફોન
જીયો ફોન ક્યારે તમારા હાથમાં આવશે તે અંગે પૃષ્ઠી ખુદ જીયો કેર દ્વારા ટ્વિટ કરીને આપવામાં આવી છે. તો જો તમે પણ જીયોની પ્રી બુકિંગ કરાવી હોય તો વાંચો આ સમાચાર. અને જાણો ક્યારે તમારા હાથમાં આવશે જીયો ફોન
રિલાયન્સ જીયોએ દિવાળી પહેલા તેના ગ્રાહકોને એક સારા સમાચાર આપ્યા છે. હવે તમારે જીયો ફોન લેવા માટે લાંબી રાહ નહીં જોવી પડે. અને આ વાતની પૃષ્ઠી ખુદ જીયો દ્વારા કરવામાં આવી છે. જીયો કેર દ્વારા ટ્વિટરના માધ્યમથી આ જાણકારી આપવામાં આવી છે. જીયો કેર ટ્વિટમાં જે મુજબ જણાવ્યું છે તે પ્રમાણે તેના તમામ ગ્રાહકોને દિવાળી સુધીમાં જીયો ફોન મળી જશે. એક ગ્રાહક દ્વારા જ્યારે જીયો ફોનની ડિલિવરી અંગે સ્પષ્ટતા માંગવામાં આવી તો તેના જવાબમાં જીયો કેર દ્વારા આ વાત જણાવવામાં આવી છે. તેમણે કહ્યું કે વિવિધ ચરણમાં જીયો ફોનની ડિલિવરી શરૂ કરવામાં આવશે. અને જે લોકોએ જીયો ફોનનું પ્રી બુકિંગ કરાવ્યું છે ખાલી તે જ ગ્રાહકોને દિવાળી સુધી જીયો ફોન મળી જશે. સાથે જ જ્યારે તેની ડિલિવરી કરવાની હશે ત્યારે સ્ટોરની જાણકારી અને ફોન લેવાની તારીખ એસએમએસ દ્વારા ગ્રાહકને આપવામાં આવશે.

ઘરે નહીં આવે જીયો
સાથે જ જીયોએ તે વાતની સ્પષ્ટતા આપી છે કે જીયોનો આ નવો ફોન ઘરે નહીં આવે. પણ તમારે આ માટે રિલાયન્સ સ્ટોર જવું પડશે. અને ક્યાં રિલાયન્સ સ્ટોર પર તમને તમારો જીયો ફોન મળશે તે અંગેની સ્પષ્ટતા જ્યારે ફોન ડિલિવરી માટે રેડી થઇ જશે ત્યારે ગ્રાહકને એસએમએસ કરીને જણાવાશે. નોંધનીય છે કે લગભગ 6 લાખ લોકોએ જીયો ફોનનું પ્રી બુકિંગ કરાવ્યું છે.

શું કહ્યું છે ટ્વિટમાં?
વનઇન્ડિયા દ્વારા રિલાયન્સ જીયોના ગ્રાહક સેવા કેન્દ્ર નંબર 18008908900 પર કોલ કરવામાં આવ્યો તો સ્ટોરનું સરનામું જાણવા માટે 4 નંબર દબાવાનો નિર્દેશ મળ્યો હતો. તે પછી ગ્રાહક સેવા કેન્દ્રની તરફથી કહેવામાં આવ્યું હતું કે ફોનમાં તમને એસએમએસ કરીને ફોન લેવાની તારીખ અને સ્ટોરનું એડ્રેસ આપવામાં આવશે. જે તે વાતની સ્પષ્ટતા આપે છે કે જીયો ફોનની ડિલિવરી શરૂ થઇ ચૂકી છે. અને જલ્દી જ આ ફોન તમારા હાથમાં આવી શકે છે.

1 વર્ષની વોરંટી
જો કે ભલે રિલાયન્સ જીયોએ જીયો ફોન 3 વર્ષ પછી પરત કરવા પર તમને 1500 રૂપિયાના સિક્યોરિટી ડિપોઝિટને આપવાની વાત કરી હોય પણ તમને આ વાત જાણીને નવાઇ લાગશે કે જીયો ફોને તેની વોરંટી ખાલી 1 વર્ષની રાખી છે. કંપની ખાલી એક વર્ષ સુધી તેને કોઇ પણ પ્રકારના પૈસા લઇને ઠીક કરી આપશે. તે પછી તમારે કિંમત ચૂકવવી પડશે.

આમ કરશો તો નો રિફંડ
જીયો ફોન પર વોરંટીના સમયે કોઇ ખરાબી આવશે અને તે જીયો સ્ટોર પર રિપેર ન કરવાના બદલે જો તમે અન્ય કોઇ સ્ટોર પર ઠીક કરાવશો તો આવી સ્થિતિમાં ફોનની વોરંટી રદ્દ થઇ જશે અને સાથે જ તમને 3 વર્ષ પછી ફોન પરત કરવા પર તમને 1500 રૂપિયા રિફંડ પણ નહીં મળે. વધુમાં તમને 1 વર્ષ પછી પણ જો કોઇ અન્ય સ્ટોરમાં જઇને તમારો ફોન ઠીક કરાવશો તો પણ 3 વર્ષ પછી તમને રિફંડ પાછું નહીં આપવામાં આવે તેવું જાણવા મળ્યું છે.












Click it and Unblock the Notifications
