Job in USA : H-1B વિઝા વિના પણ અમેરિકામાં કરી શકશો કામ, આ રહ્યા વૈકલ્પિક રસ્તા
Job in USA : અમેરિકામાં નોકરી કરવા H-1B વિઝા સૌથી લોકપ્રિય રસ્તો છે. પરંતુ H-1B વિઝા લોટરીને આધારે મળે છે. દર વર્ષે લાખો અરજીઓમાંથી માત્ર મર્યાદિત સંખ્યામાં પસંદગી થાય છે.
જો તમારું નામ લોટરીમાં ન આવે ચિંતા કરવાની જરૂર નથી. અહીં અમે તમારા માટે H-1B ના 6 શ્રેષ્ઠ રસ્તા લઈને આવ્યા છીએ. જે યુએસમાં કામ અને કાયમી નિવાસ માટે નવી તક આપી શકે છે.

પ્રતિભાશાળી વ્યક્તિઓ માટે O-1 વિઝા સારો રસ્તો છે
O-1 વિઝા એ એવી વ્યક્તિઓ માટે છે જેઓ પોતાના ક્ષેત્રમાં અસાધારણ પ્રતિભા ધરાવે છે, જેમ કે વિજ્ઞાન, શિક્ષણ, રમતગમત, કે વ્યવસાય ક્ષેત્ર. આવો ટ્રેક રેકોર્ડ ધરાવતા લોકો જેઓએ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ પામેલી હોય તેમને આ વિઝા મળે છે. ઓછામાં ઓછા ત્રણ પાત્રતા માપદંડો પૂરા કરવાથી આ વિઝા માટે અરજી કરી શકાય છે.
આમાં લોટરી નહીં હોય અને જ્યારે ઇચ્છો ત્યારે અરજી કરી શકો છો. EB1A ગ્રીન કાર્ડ માટે પણ એલીઝિબલ છે. H1B માટે વર્ષો રાહ જોવાને બદલે તમારી પ્રોફાઇલનું મૂલ્યાંકન કરીને તરત આગળ વધી શકાય છે.
EB2 NIW વિઝા: નોકરીદાતાની સ્પોન્સરશિપ વગરનું ગ્રીન કાર્ડ
EB2 NIW (National Interest Waiver) એ લાયકાત ધરાવતા વ્યક્તિઓ માટે છે જે યુએસના રાષ્ટ્રીય હિત માટે મૂલ્યવાન સાબિત થઈ શકે છે.
આના માટે માસ્ટર ડિગ્રી કે તેનો સમકક્ષ અનુભવ અથવા બેક્ગ્રાઉન્ડ હોવુ જરૂરી છે. યુએસ માટે ઉપયોગી કાર્યમાં જોડાયેલા હોવા જોઈએ.
આમાં નોખી નોકરી કે જોબ ઓફરની જરૂરિયાત નથી. કોઈ PERM લેબર પ્રમાણપત્રની જરૂર નથી અને સીધું ગ્રીન કાર્ડ મળી જાય છે.
H1B વિઝા
બધા H1B નોકરીદાતાઓ લોટરી માટે પાત્ર નથી હોતા. યુનિવર્સિટી, સંશોધન સંસ્થાઓ અથવા બિનનફાકારક સંસ્થાઓ માટે આ વિઝા મળે છે.
આમાં કોઈ વાર્ષિક કેપ નથી. જ્યારે ઇચ્છો ત્યારે અરજી કરી શકો છો અને કેપ મુક્ત નોકરીદાતા સાથે H1B મેળવી શકાય છે અને સાથે બીજું કામ પણ કરી શકાય છે.
J-1 વિઝા: સંશોધકો, ઇન્ટર્ન્સ અને તાલીમાર્થીઓ માટે
J-1 એક્સચેન્જ વિઝા વૈશ્વિક સંસ્કૃતિનાં વિનિમયને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને સંશોધનકારો, તબીબો, STEM ગ્રેજ્યુએટ્સ માટે આ વિઝા લાભદાયક છે.
આમાં ટ્રેઇની વિઝા એક વર્ષના અનુભવ સાથે વિદેશી પ્રોફેશનલ્સ માટે અને ઇન્ટર્ન વિઝા તાજેતરમાં ગ્રેજ્યુએટ થયેલા કે અભ્યાસ દરમિયાનના વિદ્યાર્થીઓ માટે મળે છે.
આમાં 18 મહિના સુધી યુએસમાં તાલીમ મેળવી શકાય છે અને આ કુશળતા અને અનુભવ વધારવાનો એક સારો રસ્તો છે.
L-1 વિઝા: આંતરરાષ્ટ્રીય કંપની ટ્રાન્સફર
જો તમે બહુહસ્તાક્ષરી કંપનીમાં કામ કરો છો અને યુએસ ઓફિસ માટે ટ્રાન્સફર માટે લાયક હો તો L-1 વિઝા તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.
લાયકાતની વાત કરીએ તો છેલ્લાં 3 વર્ષમાં ઓછામાં ઓછા 1 વર્ષ માટે પેરેન્ટ કે સહાયક કંપનીમાં કામ કર્યું હોય તેમજ મેનેજમેન્ટ પદ પર હોવું અથવા વિશિષ્ટ કુશળતા હોવી જરૂરી છે. આ વિઝામાં H-1B જેવી મર્યાદાઓ નથી અને પરિવાર સાથે યુએસમાં રહેવાની મંજૂરી મળી જાય છે.
TN વિઝા (કેનેડા અને મેક્સિકોના નાગરિકો માટે)
TN વિઝા NAFTA (હવે USMCA) હેઠળ કેનેડા અને મેક્સિકન નાગરિકોને યુએસમાં કામ કરવાની મંજૂરી આપે છે.
H-1B વિઝામાં પસંદ ન થવું અંત નથી. ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે - O-1, EB2 NIW, J-1, L-1 અને TN જેવા વિકલ્પો તમને ન માત્ર યુએસમાં રોજગાર આપી શકે છે પણ કાયમી નિવાસ માટેના રસ્તાઓ પણ ખોલી શકે છે. તમારી લાયકાત અને કારકિર્દી લક્ષ્યો અનુસાર યોગ્ય વિકલ્પ પસંદ કરવો મહત્વપૂર્ણ છે.












Click it and Unblock the Notifications
