For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુલાઈ GST કલેક્શન 33 ટકા વધીને 1.16 લાખ કરોડ રૂપિયા થયું

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર જુલાઈ 2021ના મહિનામાં એકત્ર થયેલી કુલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) આવક 1,16,393 કરોડ રૂપિયા હતી, જે ગત વર્ષના સમાન મહિનાની સરખામણીએ 33 ટકા વધારે છે.

|
Google Oneindia Gujarati News

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર જુલાઈ 2021ના મહિનામાં એકત્ર થયેલી કુલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) આવક 1,16,393 કરોડ રૂપિયા હતી, જે ગત વર્ષના સમાન મહિનાની સરખામણીએ 33 ટકા વધારે છે. 1,16,393 કરોડના કુલ GST કલેક્શનમાંથી CGST રૂપિયા 22,197 કરોડ, SGST રૂપિયા 28,541 કરોડ, IGST રૂપિયા 57,864 કરોડ (માલની આયાત પર એકત્રિત રૂ. 27,900 કરોડ સહિત) અને સેસ રૂપિયા 7,790 કરોડ (માલની આયાત પર 815 કરોડ સહિત) એકત્રિત કરવામાં આવ્યા છે.

21 જૂન માટે કલેક્શનમાં તીવ્ર વધારો એ જૂનમાં આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થવાનો સંકેત આપે છે અને આગામી મહિનાઓમાં વધુ સારા કલેક્શનની આશામાં વધારો કરશે. ડોમેસ્ટીક ટ્રાન્ઝેક્શન અને આયાત બંને પર GST કલેક્શનમાં સુધારો થવો અને મોટા ઉત્પાદક રાજ્યોએ નોંધપાત્ર વધારો દર્શાવ્યો છે તે સૂચવે છે કે સમગ્ર દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ છે, તેમ ડેલોઇટ ઇન્ડિયાના વરિષ્ઠ નિયામક એમ. એસ. મણીએ જણાવ્યું હતું.

gst

ઉપરોક્ત આંકડામાં 1 જુલાઈ, 2021થી 31 જુલાઈ, 2021ની વચ્ચે દાખલ કરવામાં આવેલા GSTR -3B રિટર્નમાંથી મેળવેલા GST કલેક્શન તેમજ સમાન સમયગાળા માટે આયાતમાંથી એકત્ર કરાયેલા IGST અને સેસનો સમાવેશ થાય છે. 1 જુલાઈ 5ની વચ્ચે 4,937 કરોડના રિટર્ન માટે GST કલેક્શનને પણ જૂન 2021 મહિનાની પ્રેસ નોટમાં GST કલેક્શનમાં શામેલ કરવામાં આવ્યું હતું. કારણ કે, કરદાતાઓને માફી/વ્યાજમાં ઘટાડો કરવાના રૂપમાં વિવિધ રાહતનાં પગલાં આપવામાં આવ્યા હતા. કોરોનાની બીજી લહેરને કારણે રૂપિયા 5 કરોડ સુધીના કુલ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે જૂન રિટર્ન ફાઈલિંગ મહિના માટે 15 દિવસ માટે છૂટ આપવામાં આવી હતી.

સરકારે નિયમિત સમાધાન તરીકે CGSTને 28,087 કરોડ રૂપિયા અને IGSTથી SGSTને 24,100 કરોડ રૂપિયા સેટલ્ડ કર્યા છે. જુલાઈ મહિનામાં નિયમિત સેટલમેન્ટ બાદ કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે 50,284 કરોડ રૂપિયા અને SGST માટે 52,641 કરોડ રૂપિયા છે.

જુલાઈ 2021 મહિનાની આવક ગયા વર્ષના સમાન મહિનામાં GST ની આવક કરતાં 33 ટકા વધારે છે. જુલાઇ મહિના દરમિયાન માલની આયાતમાંથી થયેલી આવક 36 ટકા વધારે હતી. ડોમેસ્ટીક ટ્રાન્જેક્શન (સેવાઓની આયાત સહિત)ની આવક ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોની આવક કરતા 32 ટકા વધારે છે.

English summary
According to the Finance Ministry, the total Goods and Services Tax (GST) revenue collected in July 2021 was Rs 1,16,393 crore, an increase of 33 per cent over the same month last year. Out of the total GST collection of Rs 1,16,393 crore, CGST Rs 22,197 crore, SGST Rs 28,541 crore, IGST Rs 57,864 crore (including Rs 27,900 crore collected on import of goods) and cess Rs 7,790 crore (including Rs 815 crore on import of goods) have been collected.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X